Gujarat

દવાળીને લઇને ભરૂચમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયુ

ભરૂચ
ભરૂચ શહેર જિલ્લામાં આંતરિક તેમજ જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર ખાસ વાહન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં દિવાળીનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે. શહેરોમાં મોડે સુધી દુકાનો ખુલ્લી દેખાવા સાથે લોકોની મોડી રાત્રી સુધી ચહલ પહલ જાેવા મળી રહી છે. કોરોનાના કારણે ગત વર્ષે દિવાળીનો તહેવાર નિરસ રહ્યો હતો. જાેકે, આ વર્ષે લોકોમાં દિવાળીને લઇને અનેરો ઉમંગ દેખાઇ રહ્યો છે.આગામી સપ્તાહમાં દિવાળી પર્વની શરૂઆત થઇ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં લોકો દિવાળીના આગમન પહેલાં બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે આવા સમયમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કોઇ અનિચ્છનિય બનાવને અંજામ આપવામાં ન આવે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *