Gujarat

દહેગામ પોલીસે ઈકો કારમાંથી ૩૮૬ નંગ દારૂની બોટલો ઝડપી

ગાંધીનગર
૧૯ મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે ત્યારે દહેગામ પોલીસ દ્વારા આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. જે અન્વયે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને બાતમી મળી હતી કે, જે સિલ્વર કલરની ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરફેર થવાની છે. જે આધારે ટીમનો સ્ટાફ દેવકરણ મુવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઈ ગયા હતા. રાત્રીના અંધકારમાં ઘણી રાહ જાેયા પછી બાતમી મુજબની ગાડી દૂરથી દેખાતા ટોર્ચનાં અજવાળે તેને નજીક આવવા દઈ ડ્રાઇવરને ગાડી ઉભી રાખી દેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે પોલીસને જાેઈ ગાડી પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી. આથી પોલીસે ઈકો ગાડીનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દીધો હતો. ત્યારે ગૂંદીયાની મુવાડી તરફ રોડ પર ઈકો ગાડી મૂકીને ડ્રાઇવર અંધારામાં ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી સાત પેટી ભરીને વિદેશી દારૂની કવાર્ટર નંગ ૩૩૬ તેમજ સીટ નીચેથી પણ બીજા છૂટક કવાર્ટર મળીને કુલ ૩૮૬ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે દહેગામ પોલીસે દારૂનો જથ્થો તેમજ ઈકો કાર મળીને કુલ રૂ. ૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.રાજ્યમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે દારૂની હેરાફેરી પણ વધી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના દહેગામ પોલીસે ઈકો કારમાંથી ૩૮૬ નંગ દારૂની બોટલો ઝડપી છે. દહેગામ ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતા વચ્ચે ગઈકાલે ગુરૂવારે દહેગામ પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા કડજાેદરાથી દેવકણના મુવાડા ખાતેથી ફિલ્મી ઢબે પીછો કરી ઈકો કારમાંથી વિદેશી દારૂની ૩૮૬ નંગ બોટલ તેમજ કાર મળીને રૂ. ૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જાેકે, અંધારાનો લાભ લઈ ડ્રાઇવર નાસી જવામાં સફળ રહ્યો હતો.

dehgam-police-station-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *