આ ચોમાસામાં દામનગરમાં અને અમુક ગામડાઓમાં વરસાદ ખુબજ ઓછો થતા, આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન મહદઅંશે ઓછો રહેશે.પરંતુ દામનગર ના વતનીઓ અને સુરત સ્થાયી થયેલ સમાજ સેવકોએ ભુરખિયા સરોવર કમિટી બનાવી લોકોના ફાળાથી ભુરખિયા માર્ગ પર સ્વા.ગુરુકુળની સામે આવેલ ચેકડેમ ના વિસ્તારને ઉંડા ઉતારી ભુરખિયા સરોવર ૧ અને ૨ નામ આપી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય એવા સારા હેતુ થી આ બંને સરોવરમાં ઉપરવાસમાં નહિવત વરસાદ થતાં હાલ પાણી બિલકુલ ઓછું હોય દામનગર ના લોકોની,પશુધનની અને કિસાનોની સતત ચિંતા કરતા દામનગર ના વતની હાલ સુરત રહેતા વતન પ્રેમી લોક સેવક શ્રી ધીરુભાઈ પી. નારોલાએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ ગંભીર બાબતને લઈને દામનગર ભાજપના યુવા આગેવાન પ્રિતેશ ભાઈ નારોલા એ એક મુલાકાતમાં જણાવેલ કે આ બંને સરોવરમાં અને શ્રી કુંભનાથ તળાવમાં સૌની યોજનામાં સમાવેશ કરી લાભ આપી પાણીથી ભરી દેવાની સરકારમાં ટૂંક સમયમાં રજુઆત કરી દેવામાં આવશે.આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદે રસ લઈ સૌની યોજનામાં આ ત્રણેય સરોવરને જોડી દેવા તેમની કક્ષાએથી સરકારમાં રજૂઆત કરી દામનગર વિસ્તારના પાણીના સ્તર ઉંચા આવે તેવા પ્રયત્નો કરવામાં આવે એવી દામનગર ના લોકોની લાગણી સાથે ઉચિત માંગ છે.


