દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામમાં કેનાલનું પાણી ફેરવવા મામલે મહિલા સહિત ૨૩ જણાના ટોળાએ એકસંપ થઈ હુમલો કર્યો હતો. તેમણે લાકડીઓ અને પથ્થરો લઈ ઘસી આવી એક મહિલા સહિત ચાર જણાને લાકડી, પથ્થર તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેઓ લાકડીઓ અને પથ્થરો સાથે ગામમાં જ રહેતાં અજીતભાઈ નાથાભાઈ દેહદાના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી “હું ગામનો આગેવાન છું, તું કેનાલનું પાણી મને કેમ પુછ્યાં વગર ફેરવે છે, તેના પૈસા થાય” તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. તેમજ નાથાભાઈ સુબાનભાઈ દેહદા, વિજયભાઈ નારસીંગભાઈ સંગાડીયા, કમલીબેન પારૂભાઈ ગણાવા અને માજુભાઈ બચુભાઈ ડામોરને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. જેથી આ સંબંધે અજીતભાઈ નાથાભાઈ દેહદાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ લાકડીઓ અને પથ્થરો સાથે ગામમાં જ રહેતાં અજીતભાઈ નાથાભાઈ દેહદાના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી “હું ગામનો આગેવાન છું, તું કેનાલનું પાણી મને કેમ પુછ્યાં વગર ફેરવે છે, તેના પૈસા થાય” તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. તેમજ નાથાભાઈ સુબાનભાઈ દેહદા, વિજયભાઈ નારસીંગભાઈ સંગાડીયા, કમલીબેન પારૂભાઈ ગણાવા અને માજુભાઈ બચુભાઈ ડામોરને લાકડી વડે, પથ્થર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. જેથી આ સંબંધે અજીતભાઈ નાથાભાઈ દેહદાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
