જામનગર જિલ્લાના દિગ્વિજય ગ્રામ, ગાગવા, શાપર, કનસુમરા તથા સંચાણા ગામે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો સ્વાગત સમારોહ યોજાયો હતો જ્યાં લોકોએ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પુષ્પગુચ્છ, મોમેન્ટો તથા શાલ ઓઢાળી સન્માનિત કર્યા હતાં.
આ તકે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સન્માન બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોના વ્યવહારમાં, કામમાં તથા વ્યક્તિગત બાબતોમાં પણ તમામ રીતે મદદરૂપ થવા તથા શક્ય તે તમામ સહકાર આપવા ખાતરી આપી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત લોકોને વર્ષો જુના પડતર પ્રશ્નોનો ક્રમવાર ઉકેલ લાવવામાં આવશે તેમજ વ્યક્તિગત, સામાજિક સહિતના તમામ પ્રશ્નોના નીકાલ માટે હંમેશા તત્પર રહીશ તેમ ઉમેર્યુ હતુ. આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રવિણસિંહ, જિલ્લા મંત્રી શ્રી કુમારપાલસિંહ, શ્રી દિલીપસિંહ ચુડાસમા, કિસાન મોરચાના પ્રમુખશ્રી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી વિપુલસિંહ જાડેજા, શ્રી વિઠ્ઠલભાઇ કણઝારીયા, સરપંચ શ્રીઓ, સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.