Gujarat

દિલ્હીનો વિદ્યાર્થી અભ્યાસના ભારથી ભાગી અમદાવાદ પહોંચ્યો

અમદવાદ
ઘણી વખત બાળકો પર માતા-પિતા ભણતર માટે જે ખોટું દબાણ કરતા હોય છે તેને કારણે બાળકો ઘણી વખત વિવાદાસ્પદ પગલું ભરી લેતા હોય છે. બાળકોને પ્રેમપૂર્વક સમજવું જરૂરી છે પરંતુ ચોક્કસ ટકા ના આવે તો પોતાની સમાજમાં શાખ બગડી જાય અથવા તો માત્ર સ્પર્ધાને કારણે બાળકો ઉપર ખોટું દબાણ કરવું અયોગ્ય છે. વસ્ત્રાપુર પોલીસની શી ટીમની તકેદારીથી દિલ્હીના વિદ્યાર્થીનું તેના માતા-પિતા સાથે મિલન શક્ય બન્યું છે. ભણતરના ભારના કારણે દિલ્હીના વિદ્યાર્થીએ અપહરણનું તરકટ રચ્યું હતું. એટલું જ નહીં, તે દિલ્હીથી યેનકેન પ્રકાર અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પહોંચી ગયો હતો. પોતાનું અપહરણ થયાનું વસ્ત્રાપુર પોલીસની શી ટીમને જણાવતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક દિલ્હીના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાં વિદ્યાર્થીના માતાપિતાએ દીકરો ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં દિલ્હી પોલીસ અને તેના માતાપિતા અમદાવાદ આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસની શી ટીમને વિદ્યાર્થી ભટકતો મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે ચાર શખસે તેનું અપહરણ કરી અમદાવાદ લઇ આવ્યા હોવાનું અને પોતે તેમની નજર ચૂકવી ભાગવામાં સફળ રહ્યો હોવાનું કહ્યું હતું. જેથી વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક તેને પોલીસ સ્ટેશન લાવીને દિલ્હી પોલીસને જાણ કરી હતી. જેમાં તેના અપહરણ અંગેની મોડલ ટાઉન પોલીસ ફરિયાદ થઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્થાનિક પોલીસે તાત્કાલિક તેનાં માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. બાદમાં દિલ્હી પોલીસ અને વિદ્યાર્થીના માતા-પિતા અમદાવાદ આવ્યા હતા. વિદ્યાર્થીના પિતા નોકરી કરે છે અને માતા હાઉસ વાઈફ છે.ભણતરના ભારથી બાળકો ઘણીવાર નાસીપાસ થઈ જતાં હોય છે. માતા-પિતા અને મામાના અતિશય પ્રેશરને કારણે દિલ્હીનો વિદ્યાર્થી સ્કૂલથી ભાગીને અમદાવાદ આવી ગયો હતો. આખરે પોલીસની મદદથી તેના પરિવાર સાથે મિલન થયું હતું. શુક્રવારે વસ્ત્રાપુરમાં સાલ હોસ્પિટલ પાસે ભટકતો હતો. ત્યારે તેના પર શી ટીમની નજર ગઈ હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેનું અપહરણ કરાયાની ખોટી સ્ટોરી ઉપજાવી હતી. વિદ્યાર્થીના માતાપિતાને જાણ કરાતા તેઓ અમદાવાદ દોડી આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે દિલ્હીના મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગુરુતેગબહાદુર સ્કૂલનો વિદ્યાર્થીના માતાપિતા સાથે હવાઈ માર્ગે દિલ્હી પોલીસ અમદાવાદ પહોંચી હતી. માતા-પિતાને જાેઈને વિદ્યાર્થી ભાંગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ભણતરના ભારના કારણે તે સ્કૂલથી ભાગી ગયો હતોઅને અપહરણ થયાનું જૂઠ્ઠાણું ચલાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *