*દિવાનાં અંજવાળે અભ્યાસ કરનાર આ યુવાન આજે હજારો દર્દીઓના જીવનમાં અંજવાળા પાથરી રહ્યા છે.*
– મનુષ્ય પોતાનું લક્ષ્ય નક્કી કરીને પરીશ્રમ ચાલુ કરી દે તો દુનિયાની કોઈ તાકાત તેને લક્ષ્ય સુધી પહોચતા રોકી નથી શકતી. આ વાત ઉપર વિશ્વાસ ન હોઈ તો એક આંટો મહુવાની સદ્દગુરૂ હોસ્પીટલ ( માં કોમ્પલેક્ષ, કલરવ બાળકોની હોસ્પીટલની નીચેના માળે) માં મારજો અને ત્યા ડૉ. જીવરાજભાઈ સોલંકીને મળીને એનાં લક્ષ્યની સફળ જાણશો.
તળાજા તાલુકાના કોદિયા ગામનાં વતની, ગામડામાં મોટાભાગે વાડી વિસ્તારમાં રહેણાંક, વાડીએ લાઈટ હોઈ નહિ આવા માહોલમાં દિવાનાં અંજવાળે તેઓ અભ્યાસ કરતા. ધોરણ ૧ થી ૧૨ પૂર્ણ કર્યા બાદ બરોડા મેડિકલ કોલેજ & એસ.એસ જી હોસ્પીટલ- બરોડા ખાતે M.B.B.S કર્યુ, ત્યારબાદ મહારાષ્ટ્રની પુણા હોસ્પીટલ & રિસર્ચ સેન્ટર પુણે ખાતે M.D ( D.N.B.) Medicine પૂર્ણ કર્યુ.
જ્યા સુધી હિરો ઘસાઈ નહિ ત્યા સુધી એ ચમક ન આપે, ચમક ન આપે ત્યા સુધી એની પરખ અઘરી થઈ જાય, મનુષ્યે પણ પોતાના મુકામ (લક્ષ્ય) સુધી પહોંચવા ઘસાવુ પડે અને ઘસાઈએ તો જ ઉજળા થઈએ એ રીતે એમણે ત્રણ વર્ષ સુધી મહારાષ્ટ્રની પુણા હોસ્પીટલ & રિસર્ચ સેન્ટર પુણે ખાતે ડોક્ટર તરીકેની સેવા આપી. ત્યારબાદ મહુવાની હનુમંત હોસ્પિટલમાં એક વર્ષ, વડોદરાની ઈશા હોસ્પિટલમાં એક વર્ષ સુધી સેવા આપી અને બાદ પોતે લીધેલ શિક્ષણ અને મેળવેલ અનુભવ, માવતરનાં આશિર્વાદ અને ઈષ્ટદેવ મોરલીધરની કૃપાથી 25 ઓક્ટોમ્બર- 2020 નાં રોજ મહુવા ખાતે સદ્દગુરૂ હોસ્પિટલ & આઈ.સી.યુ. (હાર્ટકેર & પોઈજન સેન્ટર) હોસ્પિટલનો શુભારંભ કર્યો. આ અત્યંત આધુનિક સુવિધા ધરાવતા ૨૫ બેડની વિશાળ હોસ્પીટલમાં આઈ.સી.યુ અને એરકંડીશન (A.C), અદ્યતન વેન્ટીલેટર (કૃત્રિમ શ્વાસ આપતુ મશીન), મલ્ટીપેરા મોનીટર, ઈ.સી.જી અને ડિફ્રીબ્રીલેટર મશીન, સક્શન મશીન, સ્પેશ્યિલ અને ડિલક્સ વોર્ડ / રૂમ (A.C & Non A.C ), નેબ્યુલાઈઝર મશીન, ગ્લુકોમીટર એન્ડ પલ્સ ઓક્સિમીટર, ઈન્ફ્યુઝન પંપ ( યોગ્ય માત્રામાં દવા આપવાનું મશીન) વિગેરે ઉત્તમ સુવિધા સાથે દર્દીઓને સારવાર અપાય છે. અહી સારવાર લીધેલ દર્દીઓ પણ ડૉ જીવરાજભાઈ સોલંકી અંગે ખુબ સારા અભિપ્રાય આપી રહ્યા છે. આ કોઈ જાહેરાત કે એડવડાઈઝ નહિ પરંતુ માનવીની અંદર રહેલ માનવતાનાં ગુણોને બિરદાવવાની વાત છે. સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલ બાળક કેટલી ઉડાન ભરી શકે એનુ ઉદાહરણ છે. દર્દી અને તબીબ વચ્ચે કેવુ વર્તન હોઈ એનો એક દાખલો છે. અંતમાં એટલુ કે ડોક્ટર તો પછી પણ પેલા મળવા જેવો માણસ છે. – બી.એન આહીર
રિપોર્ટ. દાદુભાઈ આહીર