અમદાવાદ
ગુજરાતનો ચકચાર કેસ બળાત્કાર કેસમાં આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટમાં કાયમી જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી દીધી છે. હાલ રાજસ્થાન જાેધપુરમાં બળાત્કારના આરોપ માટે સજા ભોગવી રહેલા સામે ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરમાં દુષ્કર્મ મામલે તેની સામે થયેલી ફરિયાદમાં કાયમી જમીન માટે અરજી કરી હતી. જેમાં તેના આરોગ્યની બાબત તથા આરોપી ૮૪ વર્ષનો છે અને ૮ વર્ષથી જેલમાં હોવાની અને વિવિધ બીમારીઓથી પીડાતો હોવાની રજૂઆત કરી હતી. સાથે જ ગુજરાત હાઈકોર્ટે આશારામ સામેની ટ્રાયલ ૪ મહિનામાં પૂર્ણ કરીને ચુકાદો જાહેર કરવા ગાંધીનગર સેશન્સ કોર્ટને આદેશ કર્યો છે
