Gujarat

દેલવાડા ખાણ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ૪ યુવાનોને ઇંજા બે ગંભીર….

ઊનાના દેલવાડા-ખાણ ગામના વચ્ચે રસ્તા પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોને ઇજા થઇ હતી. જેમાં બે યુવાનોને ગંભીર ઇજા પહોચતા ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયેલ છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેન્તીભાઇ ધેલાભાઇ રાઠોડ, બચુભાઇ પુંજાભાઇ રાઠોડ રહે. માણેકપુર તેમજ વિષ્ણુભાઇ ભગવાનભાઇ બાંભણીયા, નરેશભાઇ ભીખુભાઇ બાંભણીયા રહે. ખડા ગામના આ યુવાનો બે બાઇકમાં ડબલ સવારીમાં પોતાના ઘરે જતા હોય ત્યારે દેલવાડા-ખાણ ગામની વચ્ચે આવેલ અંજારના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીક બન્ને બાઇક સામ સામી ધડાકાભેર અથડાતા ચારેય યુવાનોને શરીરના ભાગે ઇજા થઇ હતી. જ્યારે જેન્તીભાઇને પગમાં ફેક્ચર તેમજ નરેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. અકસ્માત સર્જાતા વાહન ચાલકે ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા અસ્મીતાબેન મકવાણા તેમજ વિશાલભાઇ ચોહાણ ઘટના સ્થળે પહોચી ઇજાગ્રસ્તોને તાત્કાલી સરકારી હોસ્પીટલે ખસેડાયેલ ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલે ખસેડાયેલ હોવાનુ જાણવા મળેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *