Gujarat

દેલવાડા બેંકના કર્મી વયનિવૃત્તિ થતાં ફુલહાર અને શાલ ઓઢાડી વિદાયમાન કર્યા…

ઊનાના દેલવાડા એસ.બી.આઇ. બેન્ક માં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા આર.પી.ચૌહાણ (રાજુ કાકા) વયમર્યાદાના કારણે નિવૃત્તિ થયા હતા. આ તકે ગામના ઉપ સરપંચ હાજી શબિરશા બાનવા, મોહસીન શાહમદાર, નારણભાઇ બાંભણીયા, હરિભાઈ રાઠોડ, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ તેમજ એસ.બી.આઈ.ના મેનેજર ખુશવેન્દ્ર આમલિયા અને બેન્કના તમામ સ્ટાફે ભીની આંખે કેક કાપી ફુલહાર અને શાલ ઓઢાડી વિદાય આપી હતી. રાજુભાઇ 16 વર્ષથી દેલવાડા બેંકમાં ફરજ બજાવતા હતા. તેમનું કામ અને વાણીથી સૌ કોઈ પ્રભાવિત હતા. સ્ટાફમાં પણ કંઈ કામ હોય તો એક માત્ર નામ રાજુ કાકાનું જીવન ચરિત્રની કોઈ મિશાલ નથી. અને સાદાઈ ભર્યું વર્તનથી લોકોનુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

 

.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *