જામનગર
આગામી ડીસેમ્બેર મહિનામાં જામનગર સહિત રાજયભરના મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, આ પ્રક્રિયા પૂર્વે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેમાં લાયકાતથી માંડી ખર્ચ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટેની યોગ્યતા, વય મર્યાદા, ડીપોજીટ અને ખર્ચ સહિતની બાબતો વિષે આજે ચર્ચા કરી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત રાજ્યની મોટાભાગની ગ્રામ પંચાયતો માટે આગામી મહીને ૩ સપ્તાહમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જાે કે એ પૂર્વે રાજ્ય ચૂંટણી પૂર્વે અમુક મર્યાદાઓ નક્કી કરી છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરપંચ અને સભ્યદીઠ કરવામાં આવનારા ખર્ચ અંગે મર્યાદાઓ નક્કી કરી લેવામાં આવી છે. જેમાં જાે કોઈ ગ્રામપંચાયત ૧૨ વોર્ડ સુધીની હોય તો સરપંચની ચૂંટણી લડતા ઉમેદવાર માટે વધુમાં વધુ રૂા.૧૫૦૦૦, આ ઉપરાંત ૧૩ થી ૨૨ વોર્ડ સુધીની ગ્રામ પંચાયત હોય તો સરપંચની ચૂંટણી લડતા ઉમેદવાર માટે રૂા.૩૦૦૦૦ અને ૨૩ કે ૨૩ વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયત હોય તો સરપંચની ચૂંટણી ચૂંટણી લડનાર ઉમેદવાર માટે વધુમાં વધુ રૂા ૪૫૦૦૦ના ખર્ચની જાેગવાઈ કરવામાં આવી છે. ખર્ચ અંગેની વિસંગતતા સામે આવશે તો પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ફી અંગેની વાત કરીએ તો જે ગ્રામ પંચાયતમાં સામાન્ય સીટના સરપંચ તરીકે હોય તે માટે રૂા ૨ હજાર, સભ્ય માટે રૂા ૧ હજાર, સામાન્ય સીટ સિવાયના સ્ત્રી, સા.શૈ.પ, અજજા, અજા કેટેગરીના સરપંચ પદના ઉમેદવાર માટે રૂા ૧૦૦૦ ફી તેમજ સભ્ય માટે રૂપિયા ૫૦૦ ડિપોઝીટ ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેરનામાં વખતે જે નિયમો છે તે તમામ નિયમો યથાવત રાખવામાં આવ્યા છે