Gujarat

દેશના સૌછી અમીર મહિલા ફાલ્ગુની નાયર બન્યા

વડોદરા
તાજેતરમાં નાયકાનો ૈંર્ઁં આવ્યો હતો અને ૧૦ નવેમ્બરે તેના શેરનું બીએસઇ અને એનએસઇમાં લિસ્ટીંગ થયું હતું. નાયકાએ રૂપિયા ૧૧૨૫ના ભાવે રોકાણકારોને શેર ઓફર કર્યો હતો અને આજે જયારે શેરબજારમાં ભાવ લિસ્ટીંગ થયો ત્યારે સીધો ઓલમોસ્ટ એક જ દિવસમાં ડબલની નજીક પહોંચી ગયો હતો. બુધવારે નાયકાનો શેરનો ભાવ ૨૦૧૮ રૂપિયા પર ખુલ્યો હતો અને નીચામાં ૨૦૦૦ રૂપિયા સુધી ગયો હતો જયારે ઉંચામાં તેનો ભાવ ૨૨૩૫ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇમાં નાયકાના શેરનો ભાવ ૨૨૧૨ રૂપિયા ચાલી રહ્યો છે. મતલબ કે કંપનીના માલિક ફાલ્ગુની નાયરને તો બખ્ખાં થઇ જ ગયા છે, પણ રોકાણકારોના પણ એક જ દિવસમાં રૂપિયા ડબલ થઇ ગયા છે નાયકાના શેરનો ભાવ ઉંચી સપાટીએ ખુલવાને કારણે દેશની અમીર મહિલા બનેલા ફાલ્ગુની નાયરની સ્ટોરી એવી અનેક મહિલા અને યુવતીઓને પ્રેરણા આપનારી છે જેઓ ઉંચી ઉડાનના સપનાં જુએ છે. એક મહિલા ધારે તો સફળતાના ગમે તે સોપાનો સર કરી શકે છે એ વાત ફાલ્ગુની નાયરે સાબિત કરી બતાવી છે. ફાલ્ગુનીએ માત્ર ૯ વર્ષમાં સફળતાની ઉંચી છલાંગ લગાવી છે. વર્ષ ૨૦૧૨માં તેમણે કોટક મહિન્દ્રા બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકેની નોકરી છોડીને સૌદર્ય પ્રસાધનોની પોતાની કંપની શરૂ કરી હતી અને આજે ૯ વર્ષ પછી ૨૦૨૧માં ફાલ્ગુની ૬.૫ અરબ ડોલરના માલિક બની ગયા છે. નાયકાનો પહેલો ફિઝિકલ સ્ટોર ૨૦૧૪માં શરૂ થયો હતો, આજે દેશભરના ૪૦ શહેરોમાં તેમના ૮૦ ફિઝિકલ સ્ટોર આવેલા છે.આજે શેરબજારમાં નાયકાના શેરનું ધમાકેદાર લિસ્ટીંગ થયું છે અને તેની સાથે કપનીના સ્થાપક ફાલ્ગુની નાયરની સંપત્તિ ૬.૫ બિલિયન ડોલર સુધી પહોંચી છે અને તેણી દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ વુમન બની ગઇ છે. હ્લજીદ્ગ ઇ- કોમર્સ વેન્ચર્સ નાયકાની મૂળ કંપની છે. નાયકાના લિસ્ટીંગ પર કંપનીનું માર્કેટ કેપ ૧ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. કંપનીની સ્થાપક ફાલ્ગુની નાયરને લિસ્ટીંગ ફળ્યું જ છે, પરંતું લાખો રોકાણકારો પણ માલામાલ થઇ ગયા છે. નાયકાના શેરમાં લગભગ ૯૦ ટકાની તેજી જાેવા મળી છે. નાયકામાં ફાલ્ગુનીની હિસ્સેદારી લગભગ ૫૦ ટકા જેટલી છે. આજે શેરબજારમાં નાયકાનો શેર લિસ્ટીંગ થતાની સાથે નાયરની સંપત્તિ ૬.૫ અરબ ડોલર પર પહોંચી ગઇ છે અને તે દેશના સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બન્યા છે. આ માહિતી બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના આંકડા પરથી મળી છે. જાેમેટા, સોના કોમસ્ટાર પછી નાયકા ત્રીજાે સૌથી મોટો ૈંર્ઁં હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *