દેશભરમાં 16 જાન્યુઆરીથી COVID-19 રસીકરણ અભિયાન શરૂ થવાથી પહેલા Covishield વેક્સિનનો પ્રથમ જથ્થો પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SIT)થી નિકળી ચૂક્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારે સુરક્ષા વચ્ચે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની આ વેક્સિનની પ્રથમ ખેપને લઈને 3 ટ્રક પુણે એરપોર્ટ માટે નિકળી ગયા, આ ખેપ મંગળવારે દેશની અલગ-અલગ 13 જગ્યાઓ પર પહોંચી જશે.
પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટથી Covishield વેક્સિનનું એર ટ્રાન્સપોર્ટેશન સંભાળી રહેલી SB લોજિસ્ટિક્સના સંદીપ ભોસલેએ જણાવ્યું કે, પ્રથમ ફ્લાઈટ પુણે એરપોર્ટથી દિલ્હી જશે.
તેમને જણાવ્યું કે, કુલ 8 ફ્લાઈટ- બે કાર્ગો ફ્લાઈટ અને બાકી રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઈટ વેક્સિનને લઈને જશે.
મંગળવારે જે જગ્યાઓ પર વેક્સિન પહોંચશે, તેમાં દિલ્હીના ઉપરાંત, કરનાલ, અમદાવાદ, ચંદીગઢ, લખનઉ, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, કોલકાતા અને ગોવાહાટી સામેલ છે.
સરકારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને Covishield વેક્સિનના 1.1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દરેક ડોઝ ઉપર જીએસટી સાથે 210 રૂપિયાનો ખર્ચ આવશે.
16 જાન્યુઆરીથી શરૂ થનારી COVID-19 રસીકરણ અભિયાનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાન ગણાવ્યું છે. આ અભિયાનના શરૂઆતમાં દેશના ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરોને પ્રાધાન્ય આપવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને તાજેતરમાં કહ્યું હતું કે COVID-19 રસીકરણના પ્રથમ તબક્કામાં 1 કરોડ હેલ્થ કેર અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને ફ્રિમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
