રેપના કેસમાં ફાંસીની સજા હોવા છતાં મધ્ય પ્રદેશમાં મહિલલાઓ વિરૂદ્ધ અપરાધ રોકાઈ રહ્યાં નથી. મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક વિધાવા સાથે ચાર અપરાધીઓએ હેવાનિયતની બધી હદ્દો પાર કરીને ગેંગરેપ કર્યો. ગેંગરેપ કર્યા બાદ મહિલાના ગુપ્તાંગના ભાગમાં લોખંડનો સળીયા નાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, આનાથી પહેલા મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક 13 વર્ષની બાળકી સાથે પણ હેવાનિયતનો કેસ સામે આવ્યો હતો. આરોપીઓએ 13 વર્ષની માસૂમ સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી દીધી હતી.
મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના અમરિયા વિસ્તારમાં રહેનાર એક મહિલા સાથે ચાર આરોપીઓએ પહેલા ગેંગરેપ કર્યો અને તે પછી ક્રૂરતાની બધી જ સીમાઓને પાર કરતાં તેના ગુપ્તાંગમાં સળીયો નાખી દીધો. મહિલાને રીવાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજૂક બતાવવામાં આવી રહી છે.
સીધી પોલીસ અનુસાર પીડિતાના પતિનો ચાર વર્ષ પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. તે પોતાના બે બાળકો સાથે ગામમાં રહે છે અને રોડ ઉપર ચાની દુકિના ચલાવીને જીવન ગુજાર કરે છે. પોલીસ અનુસાર ચાર લોકોએ પહેલા મહિલા પાસે પીવા માટે પાણી માંગ્યો. મહિલા દ્વારા પાણી આપવામાં ના આવતા આરોપીઓએ તેમના સાથે સામૂહિક દુષ્કર્મ કર્યો. સીધી પોલીસે વિધવા સાથે જઘન્ય અપરાધના કેસમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
