Gujarat

દેશી બનાવટની બે બંદુકો સાથે બે ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ બનાસકાંઠા

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ , ભુજ તથા શ્રી તરૂણ દુગ્ગલ પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા , પાલનપુર નાઓએ ગેરકાયદેર હથિયાર શોધી કાઢવા સુચના કરેલ હોય.*
જે સુચના અન્વયે એસ.ઓ.જી.પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.કે.ઝાલા તથા આ.હે.કોન્સ . ઘેમરભાઇ હેમરાજભાઇ બ.નં .૬૭૩ તથા પો.કોન્સ . વિનોદકુમાર ઓખાભાઇ બ.નં .૬૫૮ તથા પો.કોન્સ હસમુખદાન ખેતદાન બ.નં .૫૨૮ તથા ડ્રા.પો.કો સરદારભાઇ જેઠાભાઇ બ.નં .૨૦૭ પોલીસ સ્ટાફના માણસો અંબાજી પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.હે.કો. ઘેમરભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ નાઓને મળેલ બાતમી હકિકત આધારે બેડાપાણી ગામની સીમમાં રહેતા પુનાભાઇ ભેરાભાઇ જાતે ડુંગાઇચા તથા જયેશભાઇ ચંદુભાઇ પારગી ( આદીવાસી ) બંન્ને રહે.બેડાપાણી સીમ તા.દાંતા જી . બનાસકાંઠાવાળો પોતાના રહેણાંક ઘર માં ગે.કાની વગર પરવાનાની બંદુક રાખે જે હકીકત આધારે બંન્ને ઇસમોના ઘરે અલગ અલગ ઝડતી તપાસ કરતાં બે ઉપર ભરવાની દેશી હાથ બનાવટની બટ , બેરલ , બોડી વાળી એક નાળી બંદુક મળી આવેલ હોઇ જેથી ઉપરોક્ત બંન્ને ઇસમોને પકડી તેઓના વિરુધ્ધમાં અંબાજી પો.સ્ટે . આર્મસ એક્ટ હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે .
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20211030_180302.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *