અંકલેશ્વર
કોરોના ના આવા કપરા સમયમાં પણ ભક્તો દ્વારા નર્મદા પરિક્રમામાં કોઈ ખોટ જાેવા મળી નથી. નર્મદા મૈયાના ભક્તોએ બતાવી મહામારી સામે આસ્થાનો વિજય કર્યો હતો. અંદાજે ૭૦ હજાર કરતા વધુ પરિક્રમા વાસીઓ એ પરિક્રમામાં અત્યાર સુધી કરી ચુક્યા છે. પ્રતિવર્ષ ૨ લાખ કરતા વધુ પરિક્રમા વાસી આવતા હોય છે. જેમાં ચાલુ વર્ષે માત્ર દોઢ માસમાં જ ૭૦ હજારથી કરતા પરિક્રમા વાસીઓ પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી બીજા ચરણમાં પ્રસ્થાન કર્યું છે. એટલું જ નહીં અયોધ્યા થી લઇ અનેક ધાર્મિક આશ્રમ સંતો મહંતો પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી સામે આસ્થાનો જગમાં હાલ આસ્થા ની જીત જાેવા મળી હતી. પગપાળા, દંડવત, બસ, મોટરસાઇકલ સહીત ફોર વ્હીલમાં પરિક્રમા વાસીઓ ઉમટી રહ્યા છે. પ્રથમ દોઢ મહિના ૭૦ હજાર કરતા વધુ પરિક્રમા વાસી આગમન થતાં આગામી બે મહિનામાં ૨ લાખ કરતા વધુ પરિક્રમા વાસી આવે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઝારખંડ સહીત ૧૦થી વધુ રાજ્યના લોકો નર્મદા નદીની પરિક્રમા કરી ચુક્યા છે.
ભારત વર્ષમાં એક માત્ર નર્મદા એવી નદી જેની પરિક્રમા આદિ અનાદિ કાળ થી થઇ રહી છે. શિવ પુત્રી નર્મદા એટલે માં રેવા માં ગંગા કરતા પણ જૂની અવીરાન્ત ધારા ધરતી પર તેની વહેતી જાેવા મળે છે. ત્યારે કહેવાય છે. કે નર્મદા પરિક્રમા રામ ભક્ત હનુમાનજીએ પણ કરી હતી તેમના દ્વારા એક છલાંગ માં નર્મદા સંગમ સ્થાન પાર કરતા હનુમાન કુદકા તરીકે પરિક્રમા તેમની ઓળખાય છે. તેવીજ રીતે નર્મદા નદી સાથે ૭ રહસ્ય પણ જાેડાયા છે. આ વચ્ચે આદિ અનાદિ કાળથી ચાલી આવતી નર્મદા પરિક્રમામાં એક પગ પાડા અને બીજ જલધારા પરિક્રમા પ્રચલિત હતી જાે કે સમય સાથે બદલાવ થતા હવે મોટર માર્ગે, બાઈક માર્ગે, ટ્રેન અને બસ માર્ગે પણ નર્મદા પરિક્રમા યોજવામાં આવી રહી છે.
વિશ્વમાં નર્મદા જ એક એવી નદી છે જેની વિધિવત પૂર્ણ પરિક્રમા યુગોથી કરાઇ છે. અમરકંટકથી ભરૂચનાં સમુદ્ર સંગમ સુધી ૧૩૧૨ કિ મી ની સંપૂર્ણ પરિક્રમા કરતા ૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ દિવસનો સમય લાગે છે. આ યાત્રા પોતાનામાં એક અનોખી અને રેવા નાં ૧૧ રહસ્યોનો સાક્ષાત્કાર કરાવનારી પરિક્રમા વાસીઓ ગણાવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન બાદ નીકળેલા વિષને ગ્રહણ કરતા ભગવાન શિવને પરસેવો થયો હતો. જે પ્રસ્વેદ નદીનું સ્વરૂપ ધારણ કર્યુ તે નર્મદા. એટલે નર્મદાને શિવ પુત્રી કહેવાય છે.