દ્વારકા: દ્વારકા અને ખંભાળિયા શહેરી વિસ્તારોમાંથી તેમજ જીલ્લામાંથી પસાર થતાં મુખ્ય માર્ગો સહિત નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે દ્વારકા ખંભાળિયારોડ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખરાબ રોડ ના કારણે અકસમાત ની ઘટનાઓ વારમ વાર બનતી રહે છે આ અકસ્માત લગભગ સાંજ ના ૭ વાગ્યા ની આસપાસ દ્વારકા ખંભાળિયા હાઇવે પર લિંબડી ગામપાસે સર્જાયો હતો જેમાં એક આઇસર ટ્રક GJ 03 BT 9552અને મારૂતી કાર GJ03 KP2834 વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અંગે સુત્રો દ્વારા મળતી
માહિતી મુજબ દ્વારકા ખંભાળિયા
રોડ પર પુરપાટ ઝડપે જઈ રહેલ ટ્રક અને કાર વચ્ચે લીંમડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંન્ને વાહન ચાલકો નો આબાદ બચાવ થયો હતો
જ્યારે આ અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં .
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા


