Gujarat

ધોકડવા-તુલસીશ્યામ- ઉના રોડ પર છકડો રીક્ષા ચાલકોને દંડ ફટકારાયો.

ગીરગઢડાના ધોકડવા ગામે રીક્ષા ચાલકો વધુ ધોંધાટ થાઇ તેવા પ્રયોગ આદરી સાઇલેશનમાં ગ્લાશ ફીટ કરતા ભારે અવાજના કારણે વેપારી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયેલ હોય આ અંગેની જાણ ગીરગઢડા પોલીસને રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરી સાઇલેશન કાપી નાખી દંડ ફટકારવામાં આવેલ.

 

ગીરગઢડાનના ધોકકડામાં છકડો રીક્ષા ચાલકો પોતાની રીક્ષાના સાઇલેશનમાં ગ્લાસ ફીટ કરી રીક્ષા ચલાવતા હોય જેના કારણે મોટાપાયે ધોંધાટ હોવાથી વેપારીઓ તેમજ રાહદારીઅી રહીસોમાં ભારે રોષ ઉઠી રહ્યો હતો. આથી ધોકડવા વેપારી એસોસીયેશન દ્વારા ગીરગઢડા પોલીસને મોખિક રજુઆત કરતા દિવસ દરમ્યાન બે ટાઇમ રીક્ષા ચાલકો સામે મહીલા પીએસઆઇ અધેરા, કિરીટસિંહ, યોગેશભાઈ વાજા, દેવશીભાઇ, જીતેદ્રભાઈ વાઢેર સહિતનો સ્ટાફ ધોકડવા ખાતે પહોચી ગયેલ હતો. અને રસ્તા પરથી પસાર થતાં વાહનનું સઘન ચેકીંગ હાથ ધરેલ હતું. જેમાં છકડો રીક્ષા ચાલકો સાઇલેશનમાં ગ્લાસ ફિટ કરી ચલાવતા રીક્ષા ચાલકના સાઇલેન્સર કાપવામાં આવ્યા હતા. અને  તેને દંડ ફટકારી મેમા આપવામાં આવ્યો હતો. આમ ગીરગઢડા પોલીસની કામગીરીથી ધોકડવા – તુલશીશ્યામ – ઉના રોડ પરના વેપારીઓ અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

-સરાહનીય-કામગીરીથી-ધોકડવા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *