રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ “ કાર્યક્રમ અન્વયે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની થીમ પર ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકો “રાષ્ટ્રીય એકતા દિવસ” વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈને ધોરણ-૬ થી ૧૦ સુધીના ૧૦૦ વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટેનું આયોજન આ વર્કશોપમાં કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા જે તે શાળાના વિદ્યાર્થીઓ નિયત નમુના અરજી ફોર્મ જીલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવીને ભરી પરત તા.૨૦/૧૦/૨૦૨૧ બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલવાનું રહેશે. વર્કશોપનું સ્થળ અને સમય અરજી આવ્યા બાદ જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
