રાજકોટ જીલ્લાના ધોરાજી માં
ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલિત ભાઈ વસોયા અને પૂર્વ નગરપતિ ડી એલ ભાષા નું સન્માન કરતું લધાશાહ બાવા સોશીયલ ગ્રુપ : સામાજીક આગેવાન સલીમભાઈ પાનવાલા ને યાદ કરી 2મીનીટ નૂ મૌન પાડી
ધોરાજી ઉપલેટા વિધાનસભા માથી જંગી બહુમતીથી ચૂંટાયેલા કોગ્રેસી ધારાસભ્ય લલિત ભાઈ વસોયા નું આજરોજ લધાશાહ બાવા સોશીયલ ગ્રુપ ના ઉપક્રમે સન્માનીત કરવામાં આવેલ જેમાં લલિત ભાઈ વસોયા અને ધોરાજી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ડી એલ ભાષા બન્ને શાલ ઓઢાડીને સન્માન પત્ર સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવેલ હતું. ધોરાજી શહેર ના અનેક વણઉકેલ પરશનો અને સમસ્યાઓ નો યોગ્ય રીતે ઉકેલ લાવેલા ધોરાજી શહેર માં મુખ્યત્વે શહેરી વિસ્તારમાં રોડ રસ્તા ના પરશનો ખૂબજ હોય ખૂબજ સરસ ઉકેલ લાવેલા. આ તકે ધોરાજી ના સામાજીક આગેવાન દરેક સમાજ ને ઉપયોગી એવા હાજી સલીમભાઈ પાનવાલા જે ધોરાજી ની શૈક્ષણીક સંસ્થા, ધાર્મીક સંસ્થા માં વિના મૂલ્યે સેવા આપતા જેમનું કોરોના માં મૃત્યુ થતા તેમની કામગીરી ને બિરદાવી 2મીનીટ નૂ મોન પારવા મા આવેલ હતું.
આ તકે ધારાસભ્ય લલિત ભાઈ વસોયા, પૂર્વ નગરપતિ ડી એલ ભાષા, લધાશાહ બાવા સોશીયલ ગ્રુપ ના મુઝફ્ફર રઝાપટેલ જબ્બાર ભાઈ ગરાણા, વિવેકાનદ પરિવાર ના રાજુભાઈ એરંડા, સરફરાઝ ભાઈ વાધરીયા, ગુજરાત ટુડે ના રીયાઝ ભીમાણી, કાસમભાઈ મોતીવાલા, મતીનબાપુ,સૈયદ અલ્પેશભાઈ ત્રીવેદી, કૌશલ ભાઈ સોલંકી,રાજુભાઈ બગડા શકલેન ભાઈ ગરાણા આસીફભાઈ ઉનાવાલા , સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.
રીપોર્ટર રાજુભાઈ બગડા ધોરાજી