Gujarat

ધો.૧૦ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર કિશોર પોલીસના હાથ લાગ્યો

વડોદરા
વડોદરા શહેરની ધો. ૧૦માં ભણતી વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા પર તેની જ ઉંમરના એક કિશોર સાથે એક વર્ષ પહેલા પરિચય થયો હતો. અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. મિત્રતા થયા પછી બંને અવાર નવાર મળતા હતા. પાવાગઢ સહિતના અન્ય સ્થળોએ તે ફરવા પણ જતા હતા. કિશોરે પોતાના સગા સંબંધી અને મિત્રોના ઘરે જ્યારે કોઇ ના હોય ત્યારે ગર્લફ્રેન્ડને લઇ ગયો હતો. જ્યાં તેણે અવારનવાર મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.ર થોડા દિવસથી કિશોરી ઘરે ડિપ્રેશનમાં રહેતી હતી. જેથી, તેની માતાએ સમજાવીને પુત્રીની પૂછપરછ કરી હતી. તે દરમિયાન કિશોરીએ પોતાની સાથે થયેલા શારીરિક શોષણની વાત કરી હતી. જે અંગે કિશોરીના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કિશોરી સાથે દુષ્કર્મ કરનાર કિશોરને પકડી લઇ કોરોનાના રિપોર્ટ માટે તજવીજ હાથ ધરી છે.શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધો. ૧૦માં ભણતી વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધનાર સગીર વયના કિશોરને મકરપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *