*હવે 6 ફેબ્રુઆરીના રોજ વિવિધ પરીક્ષા યોજાશે
ગાંધીનગર: ધો. 3થી 12ની પરીક્ષા સર્વરની સમસ્યાના કારણે વોટ્સએપ પર લેવાનારી પરીક્ષા યોજી શકાઇ ના હતી. આગામી શુક્રવાર સુધી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો-3થી 12ના વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ આધારીત પરીક્ષા લેવાની જાહેરાત કરાયા બાદ પ્રાયોગિક ધોરણે લેવામાં આવેલી પરીક્ષામાં સર્વરનો પ્રશ્ન નડ્યો હતો. જેના પગલે વિભાગ દ્વારા તમામ માટે એક જ વોટ્સએપ નંબરના બદલે ઝોન પ્રમાણે જુદાજુદા ચાર વોટ્સએપ નંબર અમલમાં મુક્યા હતા. ત્યાર બાદ શનિવારે ધોરણ-3થી 10માં વોટ્સએપ બેઝ્ડ પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ તેમાં પણ સર્વરનો પ્રશ્ન ઉપસ્થિત થતાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી પડી હતી.
જો કે, આ માટે વિભાગ દ્વારા કામગીરી કરી ચાર કલાકમાં પ્રશ્ન સોલ્વ કરી દીધો હતો. પરંતુ તેમ છતાં ઘણા કિસ્સામાં સર્વરની સમસ્યા આવતી હોઈ આગામી શુક્રવાર સુધી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જો કે, આ માટે વિભાગ દ્વારા કામગીરી કરી ચાર કલાકમાં પ્રશ્ન સોલ્વ કરી દીધો હતો. પરંતુ તેમ છતાં ઘણા કિસ્સામાં સર્વરની સમસ્યા આવતી હોઈ આગામી શુક્રવાર સુધી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ 23 જાન્યુઆરીના રોજ પ્રાયોગિક ધોરણે ધો-3 ગુજરાતી, ધો-4 ગુજરાતી અને ધો-5માં ગુજરાતી તથા પર્યાવરણની 10 બહુવિકલ્પી પ્રશ્નો આધારીત વોટ્સએપ બેઈઝ પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, આ પરીક્ષામાં સર્વર ડાઉન રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા.
આ સમસ્યાના સમાધાન માટે વિભાગ દ્વારા પ્રયાસો કરાયા હતા અને એક જ વોટ્સએપ નંબર પર અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોવાથી સમસ્યા આવતી હોઈ રાજ્યને ચાર ઝોનમાં વહેંચી તેના જુદાજુદા વોટ્સએપ નંબર આપવામાં આવ્યા હતા. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓનો ધસારો વહેંચાઈ જાય તેમ હોઈ સર્વરની સમસ્યા થશે નહીં તેથી આ પ્રકારનું આયોજન કરાયું હતું.
ત્યાર બાદ 30 જાન્યુઆરીના રોજ ધો-3, 4 અને 5માં ગણિતની, જયારે ધો-6, 7 અને 8માં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવામાં આવનાર હતી. ઉપરાંત ધો-9, 10માં વિજ્ઞાનની પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું.
વોટ્સએપ આધારીત પરીક્ષાના પ્રારંભ સાથે જ ફરી સર્વરની સમસ્યા આવી હતી અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં મુશ્કેલી અનુભવતા હતા. જેથી વિભાગ દ્વારા તાત્કાલીક ટીમ કામે લગાડી લગભગ ચાર કલાકમાં જ સર્વરનો પ્રશ્ન સોલ્વ કરી દીધો હતો.
જોકે, ત્યાર બાદ પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોઈ આગામી શુક્રવાર સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, હવે 6 ફેબ્રુઆરીના રોજ ધો-3, 4માં પર્યાવરણ, ધો-5માં અંગ્રેજી અને હિન્દી, ધો-6,.7 અને 8માં હિન્દી અને વિજ્ઞાન, ધો-9 અને 10માં ગણિતની પરીક્ષા લેવાશે.