( વૃદ્ધ દાદીના દિવ્યાંગ પૌત્ર ની આકસ્મિક હત્યાથી કુડામાં શોક છવાયો )
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે સાવ નજીવી બાબતમાં બે મિત્રો જગડ્યા અને એક મિત્રએ માથાના ભાગે ધોકો મારતા અન્ય મિત્રનું કરુણ મોત થયું હતું.
જેમાં મળતી માહિતી મુજબ દિવ્યાંગ રમેશ લાભુભાઈ ઠાકોર કુડા ગામે પોતાની વૃદ્ધ દાદી સાથે રહેતા હતા, જેમાં તેમને મોરબી થી તેમના મિત્ર અલ્પેશ અંબારામ ઠાકોર મળવા આવ્યા હતા અને ગત મોડી સાંજે બંને વચ્ચે કોઈ અગમય કારણ સર બોલાચાલી થઇ હતી જે જગડાનું સ્વરૂપ લઇ લેતા અલ્પેશભાઈ એ મિત્ર રમેશભાઈ ને ધોકો મારતા તેઓ લોહીલુહાન થઇ ગયેલ હતા અને વહેલી સવારે તેઓ મૃત જાણયા હતા. આ અંગે ની ફરિયાદ દિવ્યાંગ રમેશ ના દાદીએ નોંધાવતા પોલીસ હત્યાંના કારણો સાથે ગુન્હેગાર ને પકડવા તત્કાલ સક્રિય બની હતી.