(સરકારના માપદંડ મુજબ મોટાભાગના ખેડુતોની મગફળી રીજેક્ટ થતા ધરમના ધક્કા)
ધ્રાંગધ્રા: રાજ્યની લગભગ તમામ APMC ખાતે ગત અઠવાડીયામાં ખેડુતો પાસે રહેલી મગફળીને વેચાણ કરવા માટે સરકારી ટેકાના ભાવ જાહેર થયા હતા પરંતુ સરકારના ધારાધોરણ મુજબ કેટલાક ખેડુતોની મગફળી રીજેક્ટ થતા ખેડુતોને ઉદાસ મોઢે પાછુ ફરવુ પડ્યુ હતુ. આ મામલે ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે રહેતા ખેડુત આગેવાન મહેશભાઇ પટેલ દ્વારા મગફળી ખરીદીમાં સરકારી માપદંડનો સુધારો કરવા ઉચ્ચસ્તરે રજુવાત કરાઇ છે.
જેમા ખેડુત આગેવાન દ્વારા જણાવ્યુ હતુ કે ગત સપ્તાહમાં મગફળી ખરીદી માટે ટેકાના ભાવ જાહેર થયા છે જેમા સુરેન્દ્રનગર જીલ્લામાં 120 ખેડુતો પોત પોતાના વિસ્તારના કેન્દ્રો પર મગફળી વેચાણ માટે હાજર રહ્યા હતા જેમાંના માત્ર 28 ખેડુતોને પોતાની મગફળી વેચાણ કરી હતી જેનુ મુખ્ય કારણ સરકારી નીતિનિયમો સાથે અટપટુ માપદંડ છે જેમા સરકારી પરીપત્ર અને ધારાધોરણ મુજબ મોટી મગફળી 65% તથા જીણી મગફળી 70% થવી જોઇએ પરંતુ મોટાભાગના ખેડુતોની મગફળી આ માપદંડમા નહિ જીલ્લામાં 120માથી 92 ખેડુતોની મગફળી રીજેક્ટ થઇ હતી જેના લીધે આ તમામ ખેડુતોને સમયનો બગાડ કરીને પોતાની મગફળી લઇ ઉદાસ મોઢે પાછુ ફરવુ પડ્યુ છે ત્યારે હવે રીજેક્ટ થયેલ મોટાભાગના ખેડુતોની મગફળી વેચાણ કરવા માટે સરકાર પોતાના માપદંડ સુધારો કરે જેથી તમામ ખેડુતો મગફળી કેન્દ્રો પર પોતાનો ફાલ વેચાણ કરી ખેડુતોને પાછોતરા વરસાદથી થયેલ નહિવત જેવા મગફળીના પાક ઘર જમાઇ પડ્યા રહે નહિ તેવી માંગ સાથે ઉચ્ચસ્તરે લેખીત રજુવાત પણ કરાઇ છે.
|
ReplyForward
|
