ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા શહેર માં 8 ગાયો ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઘાયલ કરી હોય એમ લાગતાં જીવદયા પ્રેમી જયેશભાઇ ઝાલા, હેમંત દવે, આદિત્ય રાજગોર વિગેરે મિત્રો એ પ્રથમ ઘાયલ ગાયોની સારવાર કરી બાદમાં આ પ્રકારની ઘટના ને વખોડી હતી. જો કે ત્યાર બાદ ધ્રાંગધ્રા શહેર નાં અન્ય વિસ્તારમાં આવી બીજી ગાયો દેખા દેતાં ધ્રાંગધ્રા પશુ ચિકિત્સાલય દ્વારા આ કોઈ ઇજા નથી પણ ગાયો માં ઓસ્ટ્રેલિયા ની નામચીન હમ્પી વાઇરસ હોય એમ જણાવ્યું હતું. આ વાઇરસ પ્રથમ એક ગાંઠ સ્વરૂપે હોય છે જે અમુક સમય બાદ ફૂટતા ગાય ને કોઈ એ તીક્ષણ હથિયાર થી ઘાયલ કરી હોય એમ ઈજાગ્રસ્ત લાગે છે. હાલ તો આ બાબતની જાણ થતાં પશુપાલકો માં ભય નો માહોલ દેખાયો હતો જો કે પશુ ડોક્ટર નાં જણાવ્યા મુજબ યોગ્ય તકેદારી રાખવાની જરૂર છે પ્રથમ તો આવો વાઇરસ લાગતાં પશુ ને અલગ થી રાખવા જોઈ અને જરૂરી રસી મુકાવી જોઈએ જેથી અન્ય પશુમાં આ રોગ ફેલાય નહિ. આ સમગ્ર મામલામાં લોકો એ પશુ દવાખાના ઉપર પણ ટકોર કરી રોષે ભરાયા હતાં, કેમ કે લાંબા સમય થી ધ્રાંગધ્રા શહેર નું પશુ દવાખાનું ચાલું દિવસોમાં પણ બંધ હાલતમાં જ જોવા મળતું રહ્યું છે. સામાજિક કાર્યકરો અને મીડિયા ની ટકોર થાય તો જ તંત્ર ને દવાખાનું છે એમ ખોલવાની તસ્દી લેવી પડે છે તયારે લાપરવાહી માં આ હમ્પી વાઇરસ હાલ વધુ ફેલાય નહિ એ બાબતે પશુ ચિકિત્સાલય જવાબદાર બને એવી લોકો માંગ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા શહેરના જીવદયા પ્રેમીઓ સતત 3 દિવસ થી ઉત્તમ સેવાનું કાર્ય કરી ને આવી ગાયો ને શોધી ને એમને રોટલી, રોટલો પ્રેમ થી ખવડાવી, પંપાળીને વાઇરસ વાળી ઈજાગ્રસ્ત લાગતી જગ્યાએ દવા લગાડી રહ્યા છે. તેઓના કાર્યને ધ્રાંગધ્રાવાસીઓએ બિરદાવ્યું છે સાથે આ હમ્પી વાઇરસ બાબતે પશુ આરોગ્ય વિભાગ એક દમ સાબદું બનીને યોગ્ય પગલાંઓ લે એમ અપેક્ષિત બન્યા છે.