(સમગ્ર શહેરના રહિશો અંતિમ યાત્રામાં જોડાયા)
ધ્રાગધ્રા: ધ્રાંગધ્રાના પુવઁ ધારાસભ્ય તથા પુવઁ કેબીનેટ મંત્રી ભાજપના નેતા આઇ.કે.જાડેજાના પત્નિ ભિક્ષાબા જાડેજાનુ સોમવારના રોજ મોડી સાંજે અમદાવાદની હોસ્પીટલ ખાતે અવસાન થયુ હતુ ટુંકી માંદગી બાદ ભિક્ષાબાના અવસાનની વિગતો મળતા જ ધ્રાંગધ્રા શહેરમા શોપો પડી ગયો હતો આ તરફ મંગળવારના રોજ સવારે જાડેજાના પત્નિની અંતિમયાત્રા ધ્રાંગધ્રા ખાતે નિવાસ સ્થાનેથી નિકળી હતી જેમા હળવદ તથા ધ્રાંગધ્રા તાલુકાના તમામ રાજકીય નેતાઓ તથા આગેવાનો સહિત શહેરના વેપારીઓ મોટી સંખ્યામા જોડાયા હતા વળી અંતિમયાત્રા દરમિયાન ધ્રાગધ્રા શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા એક દિવસ માટે પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખી બજાર સજ્જડ બંધ પાડી હતી.
(બોક્સ)
● આઇ.કે.જાડેજાના પત્નિની અંતિમયાત્રામાં મંત્રી તથા ધારાસભ્યોની હાજરી.
પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નિ ભિક્ષાબા જાડેજાની અવસાન બાદ તેઓની અંતિમવિધી ધ્રાંગધ્રા ખાતે કરાઇ હતી જેમા મંત્રી કિરીટસિંહ રાણા(લિમડી), ધારાસભ્ય હકુભા જાડેજા(જામનગર) સહિત જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી.
● આઇ.કે.જાડેજાના પત્નિના અવસાન બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા ટ્વીટ કરી શોક સંદેશો પાઠવાયો.
પુવઁ કેબીનેટ મંત્રી અને પ્રદેશ ભાગમાં મોટુ કર ધરાવતા આઇ.કે.જાડેજાના પત્નિનુ અવસાન થતા સમગ્ર રાજકારણ જગતમાં શોક છવાયો હતો ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ટ્વીટ કરી શોક સંદેશાથી શાબ્દીક શ્રધ્ધાંજંલી પાઠવી હતી.