Gujarat

ધ્રાંગધ્રામા યુવા નિધી બેંકના નામે કરોડો રુપિયાનું ફુલેકું ફેરવનાર મેનેજર અતુલસીંહ ઝડપાયો.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરમા પાંચેક વષઁ પહેલા યુવા નિધી બેંકના બ્રાન્ચ ઓફીસ ખોલી માધ્યમને ગરીબ વગઁના સ્થાનિકોને ટુંકા સમયગાળામાં ડબલ રુપિયા કરી આપવા તથા બચતના નામે કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવી રાતો-રાત ઓફીસ બંધ કરાવનાર બેંકનો એમ.ડી આખરે પોલીસના સકંજામાં આવી ચુક્યો છે. રાજ્યભરમાં અનેક જગ્યાએ આ ગઠિયાએ ગરીબોના કરોડો રૂપિયા ચાઉં કર્યાની ફરિયાદો ઉઠી હતી જેમાં કચ્છ, ધંધુકા, બાપુનગર, વડોદરા, નડિયાદ, ધ્રાંગધ્રા માં થયેલી ફરિયાદ મુખ્ય ચર્ચાનો વિષય બની હતી.
 જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરમા “યુવાનિધી” બેંક નામક બ્રાન્ચ ખોલી લોકોની બચત પોતાની બેંકમાં જમા કરવા તથા ટુંકાગાળામાં ડબલ રુપિયા આપવાની લોભામણી જાહેરાતો કરી સ્થાનિક ગરીબોની બચત કરેલા રુપિયાનુ ફુલેકુ ફેરવાયું હતુ અચાનક “યુવા નિધી” બેંક બંધ થતા જ તમામ ગ્રાહકો દ્વારા બ્રાન્ચ મેનેજરનો સંપકઁ કરતા બ્રાંચ મેનેજર વિજય રાજપૂરા દ્વારા “યુવા નિધી” બેંકના નામે કરોડો રુપિયા ચાઉ કરી ગયા હોવાની ફરીયાદ નોંધી હતી જેના આધારે પોલીસે તપાસ દરમિયાન બેંકના એમ.ડી અતુલકુમારસિંહ સાહબદયાલસિહ રાજપુત નામના શખ્સ પર રાજ્યના અન્ય તાલુકા તથા શહેરોમા પણ આ બાબતની ફરીયાદ થઇ હોવાની વિગત મળી હતી જેના આધારે વડોદરા SOG પોલીસે અતુલકુમારસિહ રાજપુત નામના આ શખ્સને ઝડપી લીધો હતો જે બાદ તેને બોડેલી કોટઁમા હાજર કરતા ધ્રાંગધ્રા પોલીસે વધુ તપાસ માટે આ શખ્સનો કબ્જો મેળવવા માંગ કરી હતી જે આધારે સ્થાનિક પોલીસને કબ્જો સોપતા ગરીબોની પરસેવાની કમાઇના કોરોડોનુ ફુલેકુ ફેરવનાર શખ્સને ધ્રાંગધ્રા ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *