(80 જેટલાં યુવાનોએ શિબિર માં ભાગ લીધો)
(વૈદિક મંત્રોચાર સાથે શારીરિક શિબિરની પુર્ણાહુતી)
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા આયઁસમાજ દ્વારા સ્વામિ દયાનંદ સરસ્વતીના શિષ્ય શ્રધ્ધાનંદ સ્વામીના બલિદાન દિવસ નિમિતે ૬ દિવસીય શિબિરનું આયોજન કરાયુ હતુ જેમા યોગ, શૈનિક શિક્ષા, કરાટે, લેજીમ સહિત વૈદિક સંસ્કૃતિનુઆ જ્ઞાનનુ પ્રશિક્ષણ આપવામા આવ્યુ હતુ આ ૬ દિવસીય શિબિરમાં ૮૦થી વધુ યુવા ભાઇઓ તથા બહેનો દ્વારા ભાગ લેવામા આવ્યો હતો જ્યારે આ તમામ પ્રશિક્ષણ આપવા માટે નિતિનભાઇ ચૌહાણ, જીવણભાઇ ઘાંઘર તથા સુરેન્દ્રનગર ખાતે પોલીસમાં ફરજ નિભાવતા લાલજીભાઇ પરમાર પોતે પશિક્ષણ આપવા ઉપસ્થિત રહ્યા હતા આયઁસમાજ દ્વારા તારીખ ૧૮ ડીસેમ્બરથી ૨૩ ડીસેમ્બર સુધી શિબિરના આયોજનમાં આયઁસમાજના પ્રચારક ભુપેન્દ્રસિંહજી આયઁ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તરફ શિબિરમા જોડાઇને પ્રશિક્ષણ પામેલા યુવાનોને પ્રમાણપત્રો તથા શિલ્ડ આપી પ્રોત્સાહીત કરાયા હતા જ્યારે યુવાઓ દ્વારા પોતાના તન અને મનની શાંતિ સાથે પોલીસ તથા સૈનિકની ટ્રેનીંગમા આ પ્રશિક્ષણ ખુબ જ ઉપયોગી થશે તેમ જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા આર્યસમજ નીવર્ષોથી યુવાનોમાં સંસ્કાર સિંચન સાથે યોગ થી મન અને કસરત થી તન ને પ્રફુલ્લિત બનાવવાની સાથે શ્રેષ્ઠ ઘડતર ની પગદંડી રૂપ કાર્યશૈલી રહી છે. આર્યસમાજ ધ્રાંગધ્રા વર્ષોથી સનાતન ધર્મ પ્રથાની ધજા ને વૈદિક સંસ્કૃતિ રૂપે જીવતી રાખી છે જેમાં રમાભાઈ ઘાંઘર, ઘનશ્યામભાઈ ચાવડા, દેવજીભાઈ ચાવડા, મણીભાઈ, રમેશભાઈ, બળદેવભાઈ, જીવનભાઈ, નવલભાઈ બારડ, રણજીતસિંહ બારડ, નવીનભાઈ ઘાંઘર, પ્રવીણભાઈ રબારી, દીપકભાઈ ભૂદેવ, ભરતસિંહ, સશાંગ ભાઈ જેવા મહાનુભાવો લાગણી અને પ્રેમ સાથે પોતાનો કિંમતી સમય ફાડાવતા આવ્યા છે.ધ્રાંગધ્રાવાસીઓ પણ આર્યસમજ નું ઋણ સમજીને આદર સ્વરૂપે હંમેશા સન્માન કરતા આવ્યા છે જે એક સમનવય સેતુ રૂપી સમાજ ઘડતર નું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.