ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા આયઁસમાજ મંદિર ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે કાયઁક્રમ યોજાયો હતો જેમા શહેરના વેપારીઓ તથા સ્થાનિકોને ડસ્ટબીન વિતરણ કરી સ્વચ્છતા અંગે માહિતી પુરી પાડી હતી જેમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત આઇ.કે.જાડેજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે નગરપાલિકા દ્વારા આપવામા આવેલ ડસ્ટબીન સદ
ઉપયોગ થાય તથા ધ્રાંગધ્રા શહેરના તમામ વેપારીઓ તથા સાથાનિકો “મારુ ધ્રાંગધ્રા , સ્વચ્છ ધ્રાંગધ્રા”નુ સુત્ર સાથઁક બનાવવા માટે નગરપાલાકાની સાથે ખભે-ખભો મિલાવી પ્રયત્ન હાથ ધરે તેવી આશા સાથે ડસ્ટબીન વિતરણ કરાયા હતા.


