(રાજ્યભરના નાનાં ક્રિકેટરો નાં ટેલેન્ટ ને બહાર લાવવાનો ઉમદા ભાવ )
ધ્રાંગધ્રા : –
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે રમત-ગમત ને મહત્વ આપે છે અને ખેલ મહાકુંભ જેવા સરકારી આયોજનો કરાય છે ત્યારે ગુજરાત ભર માં થી નાના અને ઉભરતા ક્રિકેટરો ને તક મળે અને આગળ આવે એ હેતુથી કાર્યરત ટી ટેન ગ્રાસરૂટ ક્રિકેટ એસોસિએશન ગુજરાત દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ધ્રાંગધ્રા ના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું આયોજકો ના જણાવ્યા મુજબ આ ટુર્નાનેન્ટ નું આયોજન અગાઉ અબુધાબી ખાતે થવાનું હતું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ક્રિકેટ રસિકો ના પ્રયત્નો થી સુરેન્દ્રનગર જિલ્લામાં આ બે દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ નાના અને ઉભરતા ક્રિકેટરો અને આગળ લાવવા અને ઉચ્ચ સ્તરે પહોંચવા ની તક આપવા માટેનો હતો અને ક્રિકેટ પ્રત્યનો પ્રેમ લોકોમાં વધે એ માટેનો હતો આ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ,જૂનાગઢ,અમરેલી,મોરબી સુરેન્દ્રનગર અને કચ્છ ની ગુજરાત ના વિવિધ સ્થળો ની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો આ ટુનામેન્ટ માં ભાગ લેનાર બધી ટીમના ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ફાઇનલ માં સુરેન્દ્રનગર અને રાજકોટ ની ટિમ વચ્ચે રસાકસી ભરી મેચ બાદ સુરેન્દ્રનગર ની ટિમ વિજેતા થતા આયોજન દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી જેને લઈ સુરેન્દ્રનગર પંથક ના ક્રિકેટ રસિકો માં ગૌરવ સાથે આનન્દ ની લાગણી ફેલાવા પામી હતી
ધ્રાંગધ્રા એસ એસ પી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ર્ડો પ્રતીકભાઈ દવે અને તેમના સાથી મિત્રોએ આ ટુર્નામેન્ટનાં સફળ આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી.
ReplyForward
|