Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા ચાર ફરાર.

ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરી એક વખત ધ્રાંગધ્રા તાલુકા પોલીસને ઉંઘતી ઝડપી છે જેમા ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો કરતા જુગારીઓમા નાશભાગ મચી જવા પામી હતી છતા એલ.સી.બી સ્ટાફ દ્વારા કુલ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમા (1) સંપતસિંહ દિલુભા ઝાલા રહે:- જીવા, તા:- ધ્રાંગધ્રા (2) રશીક નાથાભાઇ થોરીયા રહે:-સોલડી, તા:- ધ્રાંગધ્રા તથા (3) દિનેશ ઠાકરશી આહજોલીયા રહે:- સુરેન્દ્રનગર સહિતનાઓને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન નાશભાગમા ચાર શખ્સો નાશી છુટ્યા હતા જે આધારે ઝડપાયેલા ત્રણેય શખ્સોની આગવી ઢબે પુછપરછ દરમિયાન તેઓ દ્વારા નાશી છુટેલ શખ્સોમાં ક્રિપાલસિંહ બોક્સિંગ ઝાલા , આનંદગીરી ઉફેઁ ભુરો સુખદેવગીરી ગોસાઇ, જેરામ ઉફેઁ સીતારામ દલવાડી તથા એક અજાણ્યો ઇશમ જે આનંદગીરી ગોસાઇ સાથે આવ્યો હોય તેઓની ઓળખ કરી તમામ પર ગુન્હો દાખલ કરાયો હતો. આ તરફ જુગાર રમતા ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી રોકડ 1,49,860 રુપિયા તથા મોબાઇલ નંગ 3 કિમત રુપિયા 4000 સહિત કુલ 1,53,850 રુપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરી નાશી છુટેલ ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયાઁ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *