Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના બૈસાબગઢ ગામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા સાત શખ્સોને 7.24 લાખના મુદ્દામાલની સાથે ઝડપી લીધા.

 ધ્રાંગધ્રા: રાજ્યમા ક્રિકેટ મેચ પર સટ્ટાનું દુષણ લગભગ યુવાનોમાં ફેલાઇ રહ્યુ છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના બૈશાબગઢ ગામ ખાતે આવેલા સીમ વિસ્તારમા મહેસાણા તથા અમદાવાદના બુકીઓ દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા માટે કંટ્રોલરુમ ખોલ્યું હતુ અને આ કંટ્રોલરૂમ પરથી લગભગ સમગ્ર રાજ્યના જુગારીઓ સાથે સંપકઁ કરીને ઓપરેટ થતુ હતુ જે કંટ્રોલરુમ પર દરોડો કરી સ્થાનિક પોલીસે આ સટ્ટાના ઓપરેશનનો પદાઁફાસ કયોઁ હતો.
        પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ ગોરીના સુચના હેઠળ સવેઁલ્યન્સ સ્ટાફના ઇનચાજઁ મદિનખાન દ્વારા બૈશાબગઢ ગામની સીમ વિસ્તારમા પંજાબ કિંગ્ઝ ઇલેવન તથા રોયલ ચેલેન્ઝર ટીમ વચ્ચે ચાલતા મેચ પર સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે દરોડો કયોઁ હતો દરોડો કરતા સ્થાનિક પોલીસ પર ચોકી ઉઠી હતી જેમા મહેસાણા તથા અમદાવાદના મોટા બુકીઓ દ્વારા અહિ સમગ્ર ગુજરાતમા સટ્ટા બજાર ઓપરેટ કરવા માટેનો કંટ્રોલ રૂમ જ ખોલી નાખ્યો હતો જેમા દરોડા દરમિયાન મહેસાણા તથા અમદાવાદ જીલ્લાના સાત બુકીઓને 4 લેપટોપ, 41 મોબાઇલ, ચાજઁર , કેબલ, ટીવી, કાર સહિત કુલ 7.24 લાખ કરતા પણ વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા આ તરફ સટ્ટો રમાડતા બુકીઓ ઝડપાયાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન અનેક રાજકીય નેતાઓ તથા વગ ધરાવતા આગેવાનોના ફોનથી રણક્યો હતો તથા અનેક ભલામણો છતા પણ પોલીસે તમામ બુકીઓ પર કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી જોકે સ્થાનિક પોલીસ દ્વારા મોટામાથાની ભલામણ અને અનેક માથાઓના નામ ખુલવાની શંકાના આધારે દરોડા બાદ ગણતરીના કલાકોમાં જ તમામ બુકીઓને રાતોરાત જામીન મુક્ત કરાયા હતા.
(બોક્સ)
● ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયેલ બુકીઓના નામ.
(1) હસમુખ મગનભાઇ ગોંઠી(રહે:- બૈસાબગઢ)
(2) હષઁદ પોપટભાઇ વરમોરા(રહે:- વસ્ત્રાલ, અમદાવાદ)
(3) અમિત ડાહ્યાભાઇ પટેલ(રહે:- પાંચોટ, જી:- મહેસાણા)
(4) હિતેશ ચંદ્રકાંતભાઇ પટેલ (રહે:- મહેસાણા)
(5) જીજ્ઞેશ મહેન્દ્રભાઇ પટેલ(રહે:- લાડોલ, જી:- મહેસાણા)
(6) કિરીટ વસંતભાઇ પટેલ(રહે:- મહેસાણા)
(7) રાજુનાથ ડુંગરનાથ જોગી(રહે:- મુ રાજસ્થાન, હાલ :- અમદાવાદ)
● ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા પોલીસના દરોડામાં કેટલો મુદ્દામાલ ઝડપાયો ?
રોકડ – 24000 રુપિયા,
મોબાઇલ નંગ41- 86000 રુપિયા,
4 લેપટોપ – કિમત 74000 રુપિયા,
લેપટોપ ચાજઁર નંગ 4 – કિમત 1600 રુપિયા,
રાઉટર નંગ 1- કિમત 500 રુપિયા,
ઇલેક્ટ્રીક બોડઁ નંગ 1- કિમત 500 રુપિયા,
મોબાઇલ ચાજઁર નંગ 4 -કિમત 400 રુપિયા,
હેડફોન નંગ 2 – કિમત 200 રુપિયા,
ડોંગલ નંગ 1 – કિમત 200 રુપિયા,
ટેબલેટ નંગ 1- કિમત 5000 રુપિયા,
એલ.ઇ.ડી ટીવી નંગ 1- કિંમત 10000 રુપિયા,
ડીસ નંગ 1-કિંમત 5000 રુપિયા,
ટેબલ નંગ 1-કિંમત 500 રુપિયા,
ગાદલા – કિમત 1500 રુપિયા,
સ્પીકર નંગ 1 – કિમત 15000 રુપિયા,
આઇ20 કાર 1-કિંમત 500000 રુપિયા, એમ કુલ મળી 7,24,900નો મુદ્દામાલ ઝડપાયો હતો.
● રાજકીય વગ ધરાવતા બુકીઓ દ્વારા રાજ્ય તથા રાજ્ય બહાર પણ પોતાનુ નેટવકઁ ચલાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા સુરેન્દ્રનગર જીલ્લાના છેક છેવાડાના તાલુકામા આખુ કંટ્રોલરૂમને ઉભો કરી પોતાના સટ્ટાનો ધંધો ચલાવતા હતા.
● સ્થાનિક પોલીસ દ્વારા મોટામાથાની સંડોવણી હોવાની શંકાને લઇને તેઓના નામ સામે આવે નહિ તે માટે તમામ બુકીઓને તાત્કાલિક રાતોરાત જામીન મુક્ત કરાયા.

IMG-20211004-WA0242.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *