ધ્રાગધ્રા:
રાજ્યમા ગ્રામપંચાયતની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના કુલ 66 ગામોમા અગામી દિવસો દરમિયાન ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે કેટલાક ગામોમા ફોમઁ ભરવાની પ્રક્રિયા પુણઁ થયાના અંતિમ કલાકોમાં અન્ય કોઇ ઉમેદવાર દ્વારા ફોમઁ નહિ ભરતા ચુંટણી વગર જ બિન હરીફ થતા પણ નજરે પડ્યા હતા ત્યારે ઘણાખરા ગામોમા ઉમેદવારો ફોમઁ ભરાવાના અંતિમ દિવસે સેવા-સદન ખાતે જમાવડો જોવા મળ્યો હતો આ તરફ તમામ ઉમેદવારો પોત પોતાના ટેકેદારો તથા ગામના આગેવાન સાથે સેવા-સદન પોતાની ઉમેદવારી પત્રક રજુ કરવા ઘસી આવ્યા હતા જ્યારે ધ્રાંગધ્રા સેવા-સદન ખાતે ઉમેદવારો સાથે અનેક ટોળા નજરે પડતા કોરોનાની ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન પણ સ્પષ્ટપણે નજરે પડતુ હતુ. અહિ ઉમેદવારો સાથે લોકોના ટોળા દ્વારા કોરોનાની તમામ સરકારી ગાઇડલાઇન્સનુ પાલન અને નિયમોનો ધજાગરો જોવા મળતા કોરોના સંક્રમણ ફેલાવાની પુણઁ શક્યતા સેવાઇ હતી. બીજી તરફ કેટલાક ગામોના ઉમેદવારો ફોમઁ ભરવા સાથે સ્થાનિક જાગૃત આગેવાનો દ્વારા પોતાના ગામની પાણી, રોડ-રસ્તા ષહિતની સમસ્યાના પ્રશ્નો નિરાકરણ કરવા બળાપો કાઢ્યો હતો ત્યારે આ બાબતે ચુંટણી અધિકારી એચ.જે.શ્રોત્રિય દ્વારા જણાવ્યુ હતુ કે ધ્રાંગધ્રા તાલુકાની કુલ ૬૫ ગ્રામપંચાયત ચુંટણી માટે ફોમઁ ભરવાની અંતિમ ઘડીએ સરપંચ ઉમેદવારોના ૨૫૦ તથા સભ્ય ઉમેદવારોના ૮૭૯ ફોમઁ રજુ થયા હતા જેમા મોટી માલવણ જીલ્લા પંચાયતના ૧૪ ગામોમાંથી લગભગ ચાર ગામોમા સમરસ થતા ચુંટણી કરવાની નોબત જ નહિ આવે તેવો ઘાટ સજાઁયો હતો. જોકે હજુ ફોમઁ પરત ખેંચવાની અંતિમ તારીખ ૭ ડીસેમ્બરના રોજ આવનારી તમામ ગ્રામ પંચાયતોનુ ચિત્ર સ્પષ્ટ થશે જેને લઇને તમામ ગ્રામપંચાયતોના ઉમેદવાર, સભ્યો તથા મતદાતાઓ આવનારી ૭ ડીસેમ્બરની રાહ જોઇને બેઠા છે.


