Gujarat

ધ્રાંગધ્રા શહેરમાં આશરે 3 માસ પહેલા થયેલી સનસનીખેજ ચીલઝડપ નાં આરોપી ઝબ્બે.

ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા શહેરના જાણીતા કિરાણા સ્ટોર નાં હોલસેલ અને રિટેલ ધંધો કરતા સ્થાનિક વેપારી સાથે આશરે 3 મહિના પહેલા સનસનીખેજ બનાવ બન્યો હતો, જે બનાવે સ્થાનિક પોલીસ ને ઊંઘ હરામ કરી નાખી હતી સાથે સમગ્ર પંથકનો ચકચારી કિસ્સો બની ગયો હતો.
જાણીતા કિરાણા સ્ટોરના વેપારી સાંજે પોતાના ધંધાના હિસાબ કિતાબના ચોપડા અને કમાણી એક થેલામાં લઈને ઘરે જતાં હતાં તયારે હળવદ રોડ ઉપર એમની સોસાયટીના વળાંકે તેઓ તેમના એક્ટિવા સ્કૂટર માં વળ્યાં એ દરમિયાન મોટર સાઇકલ ઉપર આવેલ 2 શખ્સો એ એક્ટિવા ઉભું રાખી થેલા ને આંચકી ચીલઝડપ કરી રફુચક્કર બની ગયા હતાં.
પોલીસ માટે CCTV સિવાય કોઈ વિકલ્પ નહોતા જેમાં સ્પષ્ટ ચિત્ર નહિ હોવાથી બ્લાઇન્ડ કેસ બનેલ આ કિસ્સો સ્થાનિક પોલીસના સિર દર્દ સમાન હતો પણ બ્લાઇન્ડ કેસને ઉકેલવા dysp દેવધા ની કડક સૂચના અને માર્ગદર્શન માં એક ટિમ બનાવવામાં આવી હતી જેમાં કોન્સ્ટેબલ દશરથ રબારી અને યુવરાજસિંહ સોલંકી એ CCTV, ટેક્નિકલ સોર્સીસ અને બાતમીદારો સાથે સંકલન કરીને આ વણઉકેલ ગુના ને ઉકેલી ને સ્થાનિક પોલીસને ગર્વ કરાવ્યો હતો.
બાતમીદારો ની મદદ થી 2 શખ્સ રણછોડ રેવાડા અને વિજય ઘનશ્યામ પાટડીયા ને ઝડપી આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓ ભાંગી પડ્યા હતાં અને ગુનો કબુલ્યો હતો. સ્થાનિક પોલીસ આ ગુના ની મોડસ ઓપરેન્ડી ચકાસી આમાં મદદરૂપ અન્ય કોઈ છે અને આ બંને આરોપીઓ દ્વારા બીજા કોઈ આવા ગુના આચરેલા છે કે નહિ એ દિશામાં હાલ સઘન તપાસ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *