Gujarat

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા ગુદડીપાસાનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા.

(રુપિયા ૧૪૨૦ રોકડ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો)
             ધ્રાગધ્રા: ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર પાસે આવેલી ફલકુ નદીના પટ્ટમા જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી પોલીસ દ્વારા રેઇડ કરતા બે શખ્સો ૧૪૨૦ રોકડ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી હતી.
        પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરની ફલકુ નદીના પટ્ટમા જુગાર રમતા હોવાની બાતમી સીટી પોલીસના કોન્સટેબલ દશરથભાઇ રબારીને મળતા સ્થાનિક પોલીસ તુરંત આ સ્થળે જઇ રેઇડ કરતા બે શખ્સો સુરેશ બબાભાઇ મેથાણીયા તથા રવી ભુપતભાઇ અઘારીયાને રોકડ ૧૪૨૦ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *