નડિયાદ
નડિયાદ શહેરમાં ગીચ વિસ્તારમાં આવેલ શાળા સંકુલમાં સ્કુલ વર્ધીના વાહનો માટે પાર્કિગની જગ્યાનો અભાવ જાેવા મળે છે. જેથી બાળકોને લાવતા લઈ જતાં વાહનો આડેધડ રોડ પર ઉભા રહેતા હોય છે. રોડ પર વાહનોની લાંબી કતારો લાગેલી જાેવા મળે છે. વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી શાળા છૂટવાના સમયે રોડ પર ટ્રાફિક ચક્કા જામની સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માં પ્રબળ બની છે.ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ આમ તો રકાબી આકારમાં વસેલું કહેવાય છે. અહીંયા ગીચ વિસ્તારમાં જ કેટલીક ખાનગી શાળાઓ આવેલી છે. જેના કારણે આ વિસ્તારમાં શાળા છૂટવાના સમયે ટ્રાફીક જામની સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે. શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર પાછળ, શારદા મંદિર ચોકડી નજીક સહિત પ્રાથમિક અને માધ્યમિક ખાનગી શાળાઓ જ્યાં ધમધમે છે એવા ગીચ વિસ્તારમાં આ સમસ્યા પડકાર રુપ બની છે. શાળા છૂટવાના સમયે સ્કુલ વર્ધીના વાહનોના કારણે તેમજ વાલીઓ પોતાના સંતાનોને લેવા આવતાં આ ટ્રાફિકનો પ્રશ્ન વધુ સર્જાયો છે. જ્યારે સ્કૂલના કેમ્પસ નહી હોવાને કારણે તો જ્યાં છે ત્યાં વાલીઓને એન્ટ્રી ન મળતી હોવાને કારણે આવા લોકોને બહાર રસ્તા પર જ રાહ જાેવી પડતી હોય છે. જેથી આ રસ્તો પર શાળા છૂટવાના સમયે ટ્રાફીક જામના દ્રશ્યો જાેવા મળે છે.


