અમદવાદ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસની જાણ બહાર ગાંધીનગરથી આવેલી વિજીલન્સની ટીમે રેડ કરી છે. આ વિસ્તારમાં ઘણા સમયથી ગેરકાનુની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેમાં સ્થાનિક પીઆઇ અને તેમના માટે કામ કરતા નવરંગપુરા પોલીસ સ્ટેશનના બારનીસી ટેબલ પર કામ કરતા રુદ્રદત્તસિંહની રહેમ નજર હતી. જેના કારણે આ વિસ્તારમાં ગુનેગાર બેફામ બનીને દારુ જુગારની પ્રવૃત્તિ ચલાવતા હતા. આ વાતની જાણ ગાંધીનગર વિજીલન્સની ટીમને થતા વીજીલન્સના અધિકારીઓ નરોડા માછલી સર્કલ પાસે ૩ મહિનાથી ચાલતા સુખાના વરલી મટકાના જુગારધામ પર રેડ કરી હતી. જ્યાં ૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વીજીલન્સની ટીમે દરોડો પાડીને ૧૨ જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ રેડના કારણે નરોડા પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના પીએસઆઈ એ.એમ પટેલ, પીઆઈ પરેશ ખાંભલા તથા તેમના માણસો પણ દોડતા થઈ ગયા હતા. વીજીલન્સની ટીમે, નરોડા વિસ્તારના ડોલ્ફીન સર્કલ પાસે આવેલ દરબારવાસના કનુભાઈના વાડામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને તેમના ઉચ્ચ અધિકારીની રહેમ નજર હેઠળ મસમોટુ જુગારધામ ધમધમી રહ્યું હતું. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આ દરોડા દરમિયાન ૧૨ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ તેમની પાસેથી ૭ વ્હીકલ, ૯ મોબાઈલ અને રોકડ સહીત કુલ રૂ.૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
