જન આશીર્વાદ યાત્રા અંતર્ગત ગુજરાત સરકારના સરકારના નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી નવરાત્રીના પ્રથમ નોરતે લાખો લોકોની આસ્થાના પ્રતીકસમા કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે માં ખોડલ ના સાનિધ્યમાં માતાજીના ચરણોમાં શીશ ઝુંકાવી, આશીર્વાદ મેળવી, ધ્વજારોહણ કરી જન આશીર્વાદ યાત્રા જેતપુર ખાતે પહોંચતા જેતપુર- જામકંડોરણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરિયા, રાજકોટ જીલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ દિનેશ ભુવા, તમામ મોરચાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સદસ્યોએ ભવ્ય સ્વાગત અને સન્માન કરેલ. આ તકે શિક્ષણવિદ દીનેશ ભુવા અને તેની ટીમે નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને મોમેન્ટો અર્પણ કરેલ અને આશરે દોઢ વર્ષથી વધુ સમયના ગાળામાં ૪ થી ૧૦ વર્ષના બાળકો પ્રત્યક્ષ અને શાળાથી વિમુખ થયેલા છે, સતત ધરમાં રહેવાથી આ વર્ગ અને વયજૂથના બાળકોમાં શારીરિક,માનસિક અને સર્વાંગી વિકાસ રૂંધાઇ રહ્યો છે, જે માટે રાજ્યમાં આ વયજૂથના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ચાલુ કરવા માટે આવેદનપત્ર દિનેશ ભુવા અને તેની ટીમ દ્વારા આપવામાં આવેલ, જેના અનુસંધાને માનનીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીસાહેબે પ્રતિસાદ આપી અને શક્ય તેટલી ઝડપે આ વયજૂથના ધોરણો ચાલુ કરવા અને શિક્ષણના હિતમાં નિર્ણય લેવા માટે હકારાત્મક અભિગમ દર્શાવેલ.