જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા દાંતા તાલુકાના નવાવાસ, મીરાવાસ, ખેરમાળ, આમલોઈ, રાણી ઉંબરી, ખંડોર ઉંબરી, ખંડોર ઉંબરી ફળી, જોધસર, ચોરાસણ, નાની કુવારસી, મોટી કુવારસી, બોરડીયાળા, બેડા, મગવાસ, ધાગડીયા, મચકોડા, ગોઠડા, માકણચંપા, જામરું, ભદ્રમાળ અને તોરણીયા જેવા ૨૧ વનવાસી ગામમાં ચાલુ વર્ષે માં અંબેની નવરાત્રી શરૂ કરાવામાં આવી જે માટે માતાજીના ફોટાને અંબાજી મંદિરના પૂજનીય ભટ્ટજી મહારાજે પૂજા કરી અને માનનીય વહીવટદાર સાહેબે સમાજના આગેવાનો ને ૨૧ માતાજીના ફોટો અર્પણ કરેલ અને માં અંબેની ૨૧ ધજાઓ અર્પણ કરવામાં આવી. આ બાબતે આર્થિક સહયોગ ડૉ. દિનેશભાઈ પટેલ, પાલનપુર એ આપેલ છે.
