ગાંધીનગર
અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક વધારો થતા જ છસ્ઝ્રનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદના કાલુપુર, મણિનગર રેલવે સ્ટેશન અને ગીતામંદિર જી્ સ્ટેન્ડમાં ૩ ટીમ તૈનાત કરાઈ છે.ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે ડોક્ટરોએ નવરાત્રી અને તહેવારોમાં જાેખમ વધવાની આશંકા વ્યક્ત કરી. ડોક્ટરોના મતે કોવિડ નિયમોનું પાલન નહીં થાય તો સંક્રમણ વધી શકે છે. તેમજ લોકોએ ફરજિયાત કોવિડ રસી મુકાવી જાેઈએ. આ અંગે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે નવરાત્રી સહિતના તહેવારોના લોકોની ભીડ વધી રહી છે. તેમજ કોરોનાના નિયમોનું પણ અનેક સ્થળોએ ભંગ થતો જાેવા મળી રહ્યો છે. તેવા સમયે આગામી તહેવારો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. તેથી બને ત્યાં સુધી કોવિડ નિયમોનું પાલન કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જાેઇએ. આ ઉપરાંત કોરોનાથી બચવા અને ફેલાતો રોકવા માટે કોરોના વેક્સિન ફરજિયાતપણે મૂકવવી જાેઇએ.


