મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમનો ઉદ્દઘાટન સમારોહ તા.09.12.2021 ને ગુરુવારે સવારે 8:30 કલાકે યોજાયો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકેનું સ્થાન કઠલાલના સુપ્રસિદ્ધ કવિ અને નિવૃત્ત આચાર્ય શ્રી હસમુખભાઈ શાહે શોભાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે કઠલાલના જાણીતા પત્રકાર, લેખક અને નિવૃત્ત શિક્ષક શ્રી અઝીઝ ખેરાડા ઉપસ્થિત રહ્યા હતા. સહાયક કો-ઓર્ડીનેટર તરીકે કઠલાલની આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રીમતિ પ્રિયંકા ખરાડીએ હાજરી આપી હતી. ઉપસ્થિત ત્રણેય મહાનુભાવોએ ‘ સર્જનાત્મક લેખન’ અંગે બાળકોને વિસ્તારથી જાણકારી આપી પ્રોત્સાહિત કર્યા હતા.
તા.10.12.2021 થી તા.30.12.2021 સુધી ચાલનારા ભાષા’સર્જનાત્મક લેખન’ કાર્યક્રમના પ્રભારી નવોદય વિદ્યાલય-કઠલાલના અંગ્રેજી વિષયના અધ્યાપક શ્રી હિતેશ શ્રીમાલી છે. સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક શાળાના પ્રાચાર્ય શ્રી અનિલકુમાર કાંબલે છે.
ઉદ્ધાટન સમારોહનો આરંભ મુખ્ય અતિથિ,મહેમાનો, પ્રાચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાની દેવી સરસ્વતિ માતાને માલ્યાર્પણ તથા દિપ પ્રજ્જવલિત કરીને કર્યો હતો. વિદ્યાલયના વરિષ્ઠ શિક્ષક શ્રી કે.એસ.મીણા, વિજયકુમાર રાઠોડ તથા અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી. વિદ્યાલય સ્તરે શ્રી વિજયકુમાર રાઠોડ, શ્રી ડી.એસ. મીસ્ત્રી તથા શ્રી દિનેશભાઈ વણકર માર્ગદર્શક રહેશે. કાયક્રમને અંતે શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી કે.એસ.મીણા સાહેબે ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ પ્રાચાર્ય શ્રી અનિલકુમાર કાંબલે -નવોદય વિદ્યાલય-કઠલાલની યાદી જણાવે છે.
5 Attachments


