છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકા પંચાયતના ૧૨-મોધલા નો સભ્યો ના અકસ્માત મૃત્યુ બાદ ફરી મોધલા મતદાર વિભાગની અનુસૂચિત જાતિ બેઠક ભરવા માટે પેટા ચૂંટણી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી ૧૩-૧૧-૨૦૨૧ ઉમેદવારીપત્રોની ચકાસણીની ૧૫-૧૧-૨૦૨૧ રોજ ઉમેદવારી પાછી ખેંચવા માટેની ૧૬-૧૧-૨૦૨૧ છેલ્લી તારીખ છે જ્યારે મતદાન ૨૮-૧૧-૨૦૨૧ રોજ રાખવામાં આવ્યું છે૩૦-૧૧-૨૦૨૧ મત ગણતરી હાથ ધરવામાં આવશે આ બેઠક માટે ભાજપ ના ઉમેદવાર કમેશ ભાઇનારણ ભાઈ પરમાર નોંધાવી છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રસમિકાન્ત વસાવા.ધારા સભ્ય અભેસિંહ તડવી. મહામંત્રી ડી.એફ પરમાર. તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ. પ્રદેશ ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલ.મહામંત્રી વીનું ભાઈ મહામંત્રી અનિલ ભાઈ શાહ તાલુકા પ્રમુખ રાજુભાઇ રાઠવા સાથે પાર્ટીના કાર્યકરો હાજર રહી જીત નો દાવો કર્યો છેઃ ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા ની જંગ.
