ગાંધીનગર
બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ને નશા ની હાલત માં પોલીસ ભેગા કરવામાં આવ્યા, કિસ્સો ન્યુ ગાંધીનગર વિસ્તારનો છે જ્યાં નશામાં ચૂર થઈ પાર્ટીના ઉન્માદમાં મ્યુઝિક સિસ્ટમ જાેરશોરથી વગાડતા વસાહતીઓએ રેડ પાડીને દારૂની મહેફિલમાં ભંગ પાડવામાં આવ્યો હતો. ન્યુ ગાંધીનગર માં આવેલા સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવક યુવતી મળીને ૧૩ નબીરા ઈન્ફોસિટી પોલીસે ઝડપી લીધા છે. પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછતાછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ અક્ષત વરપ્રર્ષાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પુજારી, પૂજા મંગેશભાઇ સાંબારે, પ્રજ્વલ વિજયભાઇ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રા, અર્જુન દીલીપભાઇ કાનત, શ્રીજા શ્રીનીવાસ અપન્ના, નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, દીવ્યાન્શી મેહુલભાઇ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઇ અગ્રવાલ હોવાની કબૂલાત કરી હતી. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી વરધી મળેલી કે સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્ષ-૫૦૧માં કેટલાક છોકરા અને છોકરીઓ ભેગા મળી જાેરજાેરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેનાં પગલે પીઆઈ પી.પી. વાઘેલાની સૂચનાથી શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ફ્લેટ નં એક્ષ/૫૦૧ માં છોકરા છોકરીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. જેમાં એક યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી રહી હતી. ઉપરાંત સમ્રાટ નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.
હાલ પોલીસે પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રાના કબ્જા ભોગવાટાવાળા મકાન નં એક્ષ/૫૦૧ સ્વાગત એફોર્ડ સરગાસણ ખાતેથી પ્લાસ્ટિકના ગ્લાસ નંગ ૧૩, સમ્રાટ નમકીનના તુટેલ પેકેટ નંગ ૫ જપ્ત કરી કોવિડ મહામારી હેઠળ પણ ભાવિ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે
