પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટ ખાતે મેનેજીંગ ડિરેકટરશ્રી વીજ કંપની દ્વારા સૌરાષ્ટ્રનો વિદ્યુતને લગતા પ્રશ્નો માટે મળેલી એક મહત્વની બેઠકમાં લાઠી વિસ્તારના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે જુદા જુદા સુચનો રજુ કરેલ,
તેમાં અમરેલી વર્તુળ કચેરી હાલ ત્રણ વિભાગીય કચેરી કાર્યરત છે. લાઠી ખાતે ડીવીઝન આપવા માટે કરેલી રજુઆત અન્વયે પીજીવીસીએલ એમ.ડી. તરફથી જણાવેલ હતું કે, સુચન વ્યાજબી હોય વડી કચેરી જીયુવીએનએલ ઓફીસ વડોદરાને મોકલવામાં આવેલ છે
અને તેઓ તરફથી મંજુરી આપવામાં આવશે તો લાઠીને નવું ડીવીઝન આપવા માટે સંમતિ દર્શાવેલ હતીલાઠી – બાબરા મતવિસ્તારના ગામો લાઠી, બાબરા, લીલીયા અને વાસાવડ તેમજ ચિત્તલ સબ ડીવીઝનમાં આવે છે લોકોની પરેશાની વધી છે તો તાલુકાનાં એક જ સબડીવીઝન કરવા માટેની રજુઆતને ધ્યાને લઈ અધિક્ષક ઇજનેરશ્રી અમરેલી પાસેથી અહેવાલ મંગાવી આ સબડીવીઝનને મંજુરી આપવા તેઓએ સ્વીકાર્યું. અમરેલી જિલ્લા હેઠળના ૬૬ કે.વી. સબ સ્ટેશન ના ઘણા કામો બાકી છે તેમાં ગોરડકા, વઢેરા, લુવારીયા, વાવેરા, અમૃતપુર(જીરા) સુર્યપ્રતાપગઢ (અનિડા), નાના માચીયાળા (શેડુભાર) ૨૦૨૨ સુધીમાં કાર્યરત કરવા માટે ખાત્રી આપેલ હતી. આમ, અમરેલી જિલ્લામાં વિજળીની પરેશાની થાય છે તે બાબતે અંગત રસ દાખવી શ્રી ઠુંમરે પ્રશ્નો કરેલા હતાં. તેમાં ઘણી કામગીરી કાર્યરત થાય તેવી આશા બંધાઇ છે. લાઠી અને લીલીયા મતવિસ્તારના ખેતીવાડી ફીડરમાં મુશ્કેલી પડે છે તેમાં વાસુકી ફીડર, નીલવડા ફીડર, ખંભાળા ફીડર તેમજ કલ્યાણધામ ફીડર ને વિભાજન કરવાના સુચનો સ્વીકારી નવા ફીડર કાર્યરત કરેલ છે તેમાં નવરંગ ફીડર, સદગુરૂ ફીડર, ધાર કીડર, ચેતક ફીડર, મહાદેવ ફીડરનો સમાવેશ થાય છે. ઇકો ઝોનમાં આવતા ખેડુત ખાતેદારોને વીજ જોડાણો મળતા નથી તેમાં સરકારશ્રીની મંજુરી લઈને આવા ખેડુતો વીજ કનેકશન સરકારશ્રીની મંજુરી મેળવી આપવા જણાવ્યું હતું. જુના અને જર્જરિત વીજવાયરોના કારણે લો ટ્રીપીંગ આવે છે તેનાં કારણે ખેડુતો પરેશાન થાય છે તેવા વાયરો બદલવા કરેલા સુચન અન્વયે કુલ-૧૨૮.૫ કિ.મી. જર્જરિત એચટી લાઇન અને ૭૫.૮ કિ.મી. એલટી લાઇન વાયરને ર માસમાં બદલી આપેલ છે
અને છતાપણ કોઇ ફરીયાદ આવે તો નાયબ ઇજનેરશ્રીને તાત્કાલીક ફરીયાદ સોલ્વ કરવા આવા જર્જરિત વાયરો બદલવા સુચના આપી હતી. ચરખા ૨૨૦ કે.વી. સબ સ્ટેશનનું કામ ઝડપી કરવા માટે કરેલ શ્રી ઠુમર દ્વારા સુચનને ૧૩૨ કે.વી. લાઇનનું કામ ચાલુ છે ૨૨૦ કે.વી. ચરખા સબ સ્ટેશન ઝડપથી કાર્યરત કરવા માટે ખાત્રી આપેલ હતી. અમરેલી જિલ્લાનાં તમામ ખેતીવાડી કનેકશનમાં ૨૪ કલાક સિંગલ ફેઇઝ પાવર આપવા શ્રી ઠુંમર દ્વારા સુચન થતાં તમામ ખેતીવાડી ફીડરમાં સ્પેશિયલ ટ્રાન્સફોર્મર મુકી ૮ કલાક થી ફેઇઝ અને ૧૬ કલાક સિંગલ ફેઇઝ વીજ પુરવઠો આપવા કડક સુચના આપી અને આવા સિંગલ ફેઇઝ પુરવઠો નિયમિત જાળવવા માટે અધિકારીને સુચના આપવામાં આવી અને છતાપણ કોઇ પ્રશ્ન આવશે તો અધિકારીઓની જવાબદારી ગણાશે તેમ કડક સુચનાં અપાયેલ હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


