બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાયેલી છે ત્યારે રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પર દરેકની નજર ટકેલી છે. વિગતો મળી રહી છે કે બંગાળમાં ચૂંટણીની તારીખોની જાહેરાત 22 ફેબ્રુઆરીએ થઈ શકે છે.
કારણ કે, 22 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી બંગાળની મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં તેઓ અનેક યોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતા જણાઈ રહી છે.
બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રીલ-મે મહિનામાં યોજાય છે. ચૂંટણી પંચે પણ તૈયારીઓને આખરીઓપ આપી દીધો છે. જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી મમત બેનર્જી પણ એક બાદ એક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહ્યાં છે. કારણ કે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સહિંતા લાગૂ થઈ જશે.