Gujarat

પાટણના સાંસદે પાટીદારોના કેસ પરત ખેચવા પર અન્ય સમાજના પણ કેસ પરત ખેચવા સીએમને રજૂઆત કરી

પાટણ
પાટણ સાંસદ દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, પાટીદાર સમાજના સાંસદો દ્વારા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાત સરકાર દ્વારા થયેલા રાજકીય કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવેલી છે. આ બાબતે સરકાર હકારાત્મક છે જે ખૂબ આવકારદાયક છે, ત્યારે માત્ર પાટીદાર સમાજ જ નહીં અન્ય સમાજાેએ પણ પોતાની માંગણીઓને લઇને અગાઉ આંદોલનો કરેલા હોય અને પોલીસ દ્વારા તેમના ઉપર પણ પોલીસ કેસો કર્યા હોય તેવા રાજકીય આંદોલનકારીઓ જેવા કે કરણી સેનાના રાજ શેખાવત, ઠાકોર સમાજના નવઘણજી ઠાકોર વગેરેના પણ ગંભીર પ્રકારના ગુના ન હોય તેવા કેસો પરત ખેચવા જાેઇએ. જાે ગંભીર પ્રકારના ગૂના હોય તો તેવા ગુના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં આ કેસો તબદીલ કરી ઝડપથી કેસોનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે સાથે અન્ય સમાજાેની લાગણી અને માંગણીઓ બાબતો સરકાર દ્વારા ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા જાેઈએ તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું પાટણ સાંસદનાં અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતુંપાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર આગેવાનો ઉપર કરાયેલા સરકારી કેસો પરત ખેંચવાની સાથે સાથે અન્ય સમાજના આગેવાનો દ્વારા કરાયેલા આંદોલન દરમિયાન સરકાર દ્વારા તેઓ ઉપર કરાયેલા કેસો પણ પરત ખેંચવા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *