Gujarat

પાટણની ૨૧ પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ

પાટણ
પાટણ જિલ્લામાં ૧૧૮ જેટલી શાળાઓ રેડ અને બ્લેક ઝોનમાં આવેલ હતી. શાળાઓના આ ઝોન જિલ્લા માટે ચિંતાજનક ગણવામાં આવે છે. આવી શાળાઓને અગાઉ તાલીમ આપવામાં આવેલ હોવાનું પણ જાણવા મળ્યું હતુંપાટણમાં ૨૧ એસઆઈ ગાંધીનગરથી ફાળવવામાં આવ્યા છે. જેમાં ડાયેટના લાયઝન અધિકારી, ટીપીઈઓ, શાળા નિરીક્ષક, બીઆરસી અને સીઆરસીની ટીમ બનાવીને આવી યલો ઝોન વાળી શાળાઓના આચાર્યો સાથે ચિંતન શિબિર કરી તેમાં વિવિધ ક્રાયટેરિયા અને માર્કિંગ બાબતે તાલીમ, માર્ગદર્શન આપી તેમજ સારી,, શાળાઓના વીડિયો બતાવી ગ્રીન ઝોનમાં પહોંચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ બાદ પણ સમયાંતરે તાલીમ અંતર્ગત શું સુધારા થયા તે બાબતે જરૂરી ડોક્યુમેન્ટ આપી આચાર્ય સાથે ટીમ દ્વારા મુલાકાતો અને બેઠક કરી ફોલોપ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.પાટણ જિલ્લામાં ગુણોત્સવ મૂલ્યાંકન અંતર્ગત વિવિધ ઝોનમાં સમાવિષ્ટ શાળાઓ પૈકી જે શાળાઓ યલો ઝોનમાં આવી હતી તે શાળાઓનું શિક્ષણ અને ગુણવત્તાનું સ્તર સુધરે તેમની કચાશ દૂર કરી શકાય અને તેઓ ગ્રીન ઝોનમાં આવી શકે તે માટે તેમને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી તૈયાર કરી શકાય તે માટે પાટણ જિલ્લામાં તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પાટણ બી.આર.સી. ભવન ખાતે પાટણ તાલુકાની ૮૮ સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યોના એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં પાટણ ડાયટના લાયઝન અધિકારી ડો પિન્કીબેન રાવલ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા, સ્કૂલ નિરીક્ષક મિત્રો, બીઆરસી તજજ્ઞો દ્વારા આચાર્યો સાથે ચિંતન કરી યલો ઝોનમાં કેમ આવ્યા અને આ ઝોનમાં સુધારો કરી ગ્રીન ઝોન તરફ આગળ વધવા શુ જરૂરી છે અને શું કરવું જાેઈએ તે અંગે મહત્વનું માર્ગદર્શન આપી માર્કિંગ બાબતે કઈ કઈ બાબતોમાં કેવા પ્રકારની કચાશ છે અને તે માટેની ખૂટતી બાબતો જાણીને તેમાં સુધારો લાવવા શું કરવું જાેઈએ તે બાબતે આચાર્યોને સજ્જ કરવામાં આવ્યા હતા. ડો.પિન્કીબેન રાવલે જણાવ્યું હતું કે, શાળા કક્ષાએ દરવર્ષે ત્રિદિવસીય ગુણોત્સવ કાર્યક્રમ યોજાતા હતા. જે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી થઈ શક્યા નથી ત્યારે ય્ઝ્રઈઇ્‌ ગાંધીનગર દ્વારા સ્કૂલ ઇન્સ્પેક્ટરની ટીમની નિમણુંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *