પાટણ
પાટણ શહેરમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ વધતી રસોઈથી ભૂખ્યા લોકોનું પેટ ભરાય તે માટે દિવસ કે રાત્રે લગ્ન પ્રસંગમાં થયેલા જમણવાર બાદ વધેલી ભોજનની ચીજ વસ્તુઓ યુવાનો દ્વારા શહેરના વિવિધ જરૂરિયાત મંદ પરિવારો અને હાઈવે પર સુતા લોકોને વિતરણ કરવામાં આવે છે. ગૃપના સભ્ય મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરના સેવાભાવી યુવકો સાથે મળીને લગ્ન પ્રસંગોમાં વધતી રસોઈ કચરાની પેટીમાં જાય તેના કરતાં લોકોના પેટમાં પહોંચે તે આશ્રયથી લગ્ન પ્રસંગોમાં વધતા ભોજન એકત્ર કરીને વિતરણ કરવાની પ્રવૃત્તિ કરવાનું અમે સૌ લોકોએ આયોજન કર્યું છે. જેમાં અમને લગ્ન પ્રસંગ કરનાર પરિવારોમાંથી પણ સારું પ્રોત્સાહન મળી રહ્યું છે. પરિવારો અમારો સંપર્ક કરીને રસોઈ આપતા રસોઈનો બગાડ ના થાય માટે મોડી રાત સુધી ફરીને પણ વિતરણ કરી દઈએ છીએપાટણ શહેરમાં વિવિધ સેવાભાવી યુવાનો ભેગા મળી લોકોને મદદ માટે ‘શિવાય ગૃપ’ બનાવવામાં આવ્યું છે. જે ગૃપ દ્વારા શહેરમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ વધતું ભોજન બગડે નહીં અને ભૂખ્યા લોકોને ભોજન પણ મળી રહે તેવા આશ્રય સાથે સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં યુવાનો દ્વારા શહેરના લગ્ન પ્રસંગોમાં વધેલી ૩૦૦ કિલોથી વધુ રસોઈ શહેરના પાંચથી વધુ જરૂરિયાત મંદ વિસ્તારોમાં લોકોને વિતરણ કરવામાં આવી છે.