પાટણ
શ્રી પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગના નાયી સમાજ કેળવણી મંડળ દ્વારા તૃતીય સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સમાજની ગંગાસ્વરૂપ બહેનોનો સત્કાર સમારંભ પ્રમુખ શંકરભાઈ નાયી ના અધ્યક્ષ સ્થાને મેલડી માતાજીના મંદિરે રાખવામાં આવ્યો હતો. આ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦, ૧૨ અને કોલેજ કક્ષાએ ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમાજની ૧૧૦ ગંગાસ્વરૂપ બહેનોનો સ્ત્રી સશક્તિકરણના અને સ્ત્રી સન્માનના ભાગરૂપે સત્કાર કરવામાં આવ્યો હતો. સમાજના દાતાઓ તરફથી મળેલ બ્લેન્કેટ આ બહેનોને આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શર્મા ગોપાળભાઈ ગુલાબચંદ કોટાવડ (ગાંધીનગર) પ્રમુખ શ્રી વાળંદ સેવા સંઘ, જયંતીલાલ છગનભાઈ નાયી, અતિથિ વિશેષ તરીકે બાબુભાઈ ગોવિંદભાઈ નાયી, રાજુભાઈ અમરતલાલ નાયી, ચેતનભાઇ મનોજભાઈ નાયી, જગદીશભાઈ નટવરલાલ નાયી, હસમુખભાઈ ચેહરારામ નાયી, કિરીટભાઈ ચીમનલાલ નાયી, મહેશભાઈ હરિભાઈ નાયી, અશોકભાઈ અમરતલાલ નાયી, હરેશકુમાર નરસિંહભાઈ નાયી, અમરતભાઈ ચંદુલાલ નાયી, રાજેશ કુમાર કાંતિલાલ નાયી, ચતુરભાઈ પરસોત્તમદાસ નાયી, મહેશભાઈ અંબાલાલ નાયી, રમેશભાઈ ઇશ્વરભાઇ નાયી, ચંદ્રકાંતભાઈ બબલદાસ લીમ્બાચીયા, મુકેશભાઈ નાયી, શૈલેષકુમાર બાબુલાલ નાયી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના મંત્રી રમેશભાઈ નાયી તથા એમની સમગ્ર કારોબારી ટીમ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો, માતાઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના સહયોગથી ભોજન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉપસ્થિત રહી કાર્યકમને માણ્યો હતો
