પાટણ
પાટણ શહેરની કોલેજના કેમ્પસ પાસેથી રેલ્વે લાઈન પસાર થાય છે અને આ રેલ્વેલાઈન ઉપરથી ન ચાલવું પડે તે માટે અંદાજિત ત્રણ વર્ષ અગાઉ સરકાર દ્વારા એક અન્ડરપાસ બનાવવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ તેમાંથી પસાર થઈ શકે અને રેલ્વેના પાટા ઓળંગવા ન પડે. પરંતુ ભણવા આવતા વિદ્યાર્થીઓ જ અન્ડરપાસમાંથી પસાર થવાને બદલે પોતાના જીવને જાેખમમાં મૂકી તંત્ર દ્વારા ઉભી કરાયેલી દિવાલની સાઈડમાંથી રેલ્વેના પાટાઓ ઉપરથી ચાલતા પસાર થાય છે. જેના કારણે મોટી જાનહાનિ થવાની સંભાવના સેવાઇ રહી છે. રેલવે તંત્ર દ્વારા રેલ્વે પાટા તરફ આસાનીથી ન જઈ શકાય તે માટે પહેલા લોખંડની રેલિંગ મૂકવામાં આવી હતી. પરંતુ હવે ઇલેક્ટ્રિક રેલવે લાઈન ટૂંક સમયમાં શરૂ થઇ રહી છે, જેને લઈ રેલવે તંત્ર દ્વારા દિવાલ કરવામાં આવી છે. ત્યારે પણ કેટલાક વિદ્યાર્થીઓ અન્ડરપાસમાંથી પસાર થવાના બદલે દિવાલ ઓળંગી રેલવે પાટા ઉપરથી જીવન જાેખમે પસાર થઈ રહ્યા છે. એમાં જાે કોઈ વિદ્યાર્થી નીચે પડી જશે અને જાનહાનિ થશે તો જવાબદાર કોણ તેવું સૂત્રોએ જણાવ્યું હતું.